રાજકોટ
News of Thursday, 6th May 2021

''વાહ ઝીંદગી'' કોવીડ કેર સેન્ટરનો પ્રારંભ

વાતાનુકુલીત ઓકઝીશન બેડ તથા આઇસોલેશન વોર્ડઃ સાથે શહેરથી દુર કુદરતી વાતાવરણમાં સંપૂર્ણ તબીબી સુવિધા

રાજકોટ તા. ૬: વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વમાં કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચારેકોર હાહાકાર મચાવેલ છે, આ મહામારીમાં આપણું રંગીલું રાજકોટ શહેર પણ આ મહામારીમાં સપડાયેલ છે, કોરોના મહામારીમાં અનેક પરિવારો ખંડીત થયા છે, રાજકોટવાસીઓને કોરોના બિમારી સામે સમયસર તબીબી સારવાર મળે તેવા શુભ હેતુથી વડવાજડી, વાગુદડ રોડ ઉપર, બાલાજી વેફર્સની સામે, કાલાવડ રોડ ઉપર વાહ ઝીંદગી કોવીડ કેર સેન્ટરનો પ્રારંભ કરવામાં આવેલ છે.

શહેરથી દુર કુદરતી વાતાવરણમાં કાર્યરત વાહ ઝીંદગી કોવીડ કેર સેન્ટરમાં કુલ હાલમાં પ૦ બેડની વ્યવસ્થા પુરી પાડવામાં આવેલ છે. ક્રમશઃ આમા વધારો કરવામાં આવશે, આ પ૦ બેડમાં ૩૦ બેડ ઓકસીજન સાથેનાં છે અને ર૦ બેડ આઇશોલેશન માટે છે, આ સમગ્ર બેડને એસી ડોમમાં કાર્યરત કરવામાં આવેલ છે, દર્દી નારાયણનાં મનોબળને વધુ પ્રબળ બનાવવા મ્યુઝીક થેરાપીનો પણ સહારો લેવામાં આવી રહ્યો છે, દર્દીનારાયણને સ્વાસ્થ્યને ધ્યાને રાખી શુધ્ધ અને સાત્વિક વેજ નાસ્તો, લંચ અને ડીનર પણ આપવામાં આવી રહ્યા છે, જૈન ફુડ પણ ઉપલબ્ધ કરવામાં આવેલ છે, તંદુરસ્તીને ધ્યાને રાખી દર્દીને સમયાંતરે ફ્રુટ, જયુશ અને ઉકાળો પણ આપવામાં આવી રહેલ છે.

વાહ ઝીંદગી કોવીડ કેર સેન્ટરમાં દર્દીઓની ર૪ કલાક સાર-સંભાળ માટે અનુભવી અને કવોલીફાઇડ તબીબોની ટીમ અને નર્સિંગ સ્ટાફ રાખવામાં આવેલ છે. જેઓ કોવિડનાં તમામ પ્રોટોકોલનું કાળજીપુર્વક પાલન કરશે. ઉપરાંત દર્દીને ટ્રાન્સપોર્ટેશનની વધુ સગવડતા રહે તે માટે ઓકસીઝન સુવિધા સાથેની એમ્બ્યુલન્સ પણ રાખેલ છે.

આ કોવીડ કેર સેન્ટર અંગે વધુ માહિતી માટે રાજેશભાઇ દફતરી (સંવેદના હાઇટ્સ), ડો. ધિરેન ફળદુ (અર્પણ હોસ્પિટલ) અને રક્ષિતભાઇ જોષી (કાવ્યા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ) મો. ૯૯૯ર૬ ૯૯૯ર૬, ૯૮ર૪ર ૧૩૪૪૭ ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

(3:58 pm IST)