રાજકોટ
News of Thursday, 6th May 2021

બંગાળમાં લોકતંત્ર પર હુમલાનાં વિરોધમાં શહેરભરમાં ભાજપનાં ધરણા

તમામ ૧૮ વોર્ડમાં પ્લે કાર્ડ-બેનર સાથે વિરોધ પ્રદર્શન : સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક સહિતનું ચુસ્તપાલન : તૃણમુલ કોંગ્રેસના કાર્યકર્તાઓએ લોકશાહી ને લજવી છે : હિંસાનો અતિરેક બીલકુલ ન સાંખી લેવાય : ભંડેરી - ભારદ્વાજ-મિરાણી પશ્ચિમ બંગાળમાં સત્તાના મદમાં આવી ખેલેલ ખુની ખેલને દેશની જનતા સાંખી નહીં લે : મોહનભાઇ - રામભાઇ -બીનાબેન પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવું જોઇએ : પટેલ - રૈયાણી - સાગઠીયા

રાજકોટ : તાજેતરમાં પશ્ચિમ  બંગાળની ચૂંટણી દરમ્યાન તેમજ તેના પરિણામ સમયે તૃણમુલ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પર આક્રમણ અને હિંસક હુમલાઓ થયા તેમજ કાર્યકર્તાઓની હત્યા પણ કરવામાં આવી, તેમજ ભાજપ કાર્યાલયની તોડફોડ અને આગ લગાડવાની ઘટનાઓથી ધોળે દહાડે લોકતંત્રની હત્યા કરવામાં આવી છે ત્યારે કેન્દ્રીય પાર્ટી દ્વારા આ ઘટનાઓની નિંદા વ્યકત કરવામાં આવી છે. ત્યારે આ અત્યાચારના વિરોધમાં  રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અઘ્યક્ષતામાં શહેરના તમામ ૧૮ વોર્ડમાં વોર્ડવાઈઝ ધરણાનો કાર્યક્રમ યોજવામાંં આવેલ. આ તકે ધનસુખ ભંડેરી, નિતીન ભારદ્વાજ,કમલેશ મિરાણી, મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ગોવીંદભાઈ પટેલ, અરવીંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, બીનાબેન આચાર્ય  સહીતના અગ્રણીઓએ જણાવેલ કે પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસ ઘ્વારા લોકતંત્ર પર હુમલો થયો છે, પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં જનતાના ચુકાદાને ભારતીય જનતા પાર્ટીએ શિસ્તતાબધ્ધ રીતે શિરોમાન્ય રાખ્યો છે, ત્યારે તૃણમુલ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ચૂંટણીના  વિજયના ઉન્માદમાં  ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ટારગેટ બનાવી તેના પર હિંસક હુમલાઓ કર્યા, ધોળે દહાડે તેમની હત્યા કરવામાં આવી, ભાજપ કાર્યાલયને આગ લગાડવામાં આવી, તોડફોડ કરવામાં આવી. આમ આવા કૃત્ય દ્વારા પશ્ચિમ બંગાળના તૃણમુલ કોંગ્રેસના કાર્યકર્તાઓએ લોકશાહીને લજવી છે, ત્યારે પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા સતાના મદમાં ખેલેલ ખુની ખેલને દેશની જનતા સાંખી નહી લે ત્યારે પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવુ જોઈએ, આમ રાષ્ટ્રવાદ અને શિસ્તબઘ્ધતાને વરેલી ભારતીય જનતા પાર્ટી આ ઘટનાને વખોડી સંપૂર્ણ વિરોધ કરે છે. ત્યારે આ ધરણા કાર્યક્રમ વોર્ડ નં.૧ માં રામાપીર ચોકડી ખાતે, વોર્ડ નં.ર માં હનુમાન મઢી ચોક ખાતે, વોર્ડ નં.૩ માં આંબલીયા હનુમાન મંદીર પાસે, વોર્ડ નં.૪ માં મોરબી રોડ જકાતનાકા પાસે, વોર્ડ નં.પ માં પારૂલ બગીચા પાસે, વોર્ડ નં.૬ માં કનકનગર બગીચા પાસે, વોર્ડ નં.૭ માં ત્રીકોણ બાગ પાસે, વોર્ડ નં.૮ માં કોટેચા ચોક ખાતે, વોર્ડ નં.૯ માં રૈયા ચોકડી પાસે, વોર્ડ નં.૧૦ માં ઈન્દીરા સર્કલ પાસે, વોર્ડ નં.૧૧ માં મવડી ચોકડી પાસે, વોર્ડ નં.૧ર માં રાધે ચોકડી પાસે, વોર્ડ નં.૧૩ માં સ્વામી નારાયણ ચોક પાસે, વોર્ડ નં.૧૪ માં સોરઠીયા વાડી ચોક પાસે, વોર્ડ નં.૧પ માં ચુનારાવાડ ચોક ખાતે, વોર્ડ નં.૧૬ માં હુડકો બસસ્ટેન્ડ પાસે, વોર્ડ નં.૧૭ માં નંદા હોલ પાસે, વોર્ડ નં.૧૮ માં સરદાર ચોક, કોઠારીયા ચોકડીથી આગળ પાસે  આ ધરણા કાર્યક્રમ યોજાયેલ હતો.  આ કાર્યક્રમમાં કોવિડ–૧૯ની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરીને ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારઘ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, શહેર ભાજપ મહામંત્રી કીશોર રાઠોડ,  ધારાસભ્ય ગોવીંદભાઈ પટેલ, અરવીંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, બીનાબેન આચાર્ય, કશ્યપ શુકલ, રાજુભાઈ બોરીચા, ભાનુબેન બાબરીયા તથા હિતેશ મારૂ, નરેન્દ્રસિંહ ઠાકુર, હેમભાઈ પરમાર, સી.ટી. પટેલ, દીલીપ લુણાગરીયા, ઘનશ્યામ કુંગશીયા, રમેશભાઈ દોમડીયા, અશ્વીન પાંભર, પ્રદીપ નીર્મળ, દીનેશ કારીયા, સંજય પીપળીયા, દશરથસિહ જાડેજા, વીજય ટોળીયા, હરીભાઈ રાતડીયા, સોમભાઈ ભાલીયા, જીણાભાઈ ચાવડા, જયંતીભાઈ નોંધણવદરા, સંજયસિંહ રાણા, દિલીપભાઈ પટેલ, માધવ દવે, મનુભાઈ વઘાશીયા, અશોક લુણાગરીયા, રમેશ અકબરી, રમેશ પરમાર, નિતીન ભુત, ડો. જૈમનભાઈ ઉપાઘ્યાય, પરેશ હુંબલ, રાજુભાઈ માલધારી, મહેશ બથવાર, ગૌતમ ગોસ્વામી, જીજ્ઞેશ જોષી, સુરેન્દ્રસિંહ વાળા, પ્રફુલભાઈ કાથરોટીયા, કીરણબેન માંકડીયા, મહેશ રાઠોડ,  રઘુભાઈ ધોળકીયા, દિવ્યરાજસિંહ ગોહીલ, અનિલભાઈ પારેખ,ડો. દર્શીતાબેન શાહ, પુષ્કર પટેલ,સહીતના સાથે વોર્ડ મહામંત્રી, કોર્પોરેટરો, શિક્ષણ સમિતિના સભ્યો સહીતના તેમજ અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા.આ કાર્યક્રમની કાર્યાલય ખાતેથી વ્યવસ્થા હરેશભાઈ જોષીએ સંભાળી હતી.  (તસ્વીર : સંદિપ બગથરીયા)
 

(3:55 pm IST)