રાજકોટ
News of Thursday, 6th May 2021

કોરોનાને નાથવા તંત્ર ઉંધા માથેઃ દિવસે બ્રુમ સ્પ્રે દવા છંટકાવનો પ્રારંભ

રાજકોટ : હાલમાં કોરોના વાઇરસની બીજી લહેર લોકોને ખૂબ જ ઝડપી સંક્રમિત કરી રહી છે. આવા સંજોગોમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વાર ખુબ જ મોટા પાયે સર્વેલન્સ ટેસ્ટિંગ અને વેકિસનેશન ઉપરાંત હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓને દવાઓ, રેગ્યુલર ફોલોઅપ વગેરે પગલા લેવામાં આવી રહ્યા છે. ગત સાલ કોરોનાની પ્રથમ લહેર વખતે જે પ્રકારે તંત્ર દ્વારા વિવિધ પગલાઓ લેવામાં આવતા હતા; તેવી જ રીતે હાલ કોરોનાની બીજી લહેરમાં પણ પરિસ્થિતિની ગંભીરતા અનુસાર દિવસ-રાત જોયા વગર તંત્ર કામગીરી કરી રહ્યું છે. જેમાં રાત્રે શહેરના માર્ગો પર યોગેશ્વર સ્વાધ્યાય પરિવાર, મુંબઈ દ્વારાશકિતમાનકંપનીના હાઈ કલીયરન્સ શરૂ કરવામાં આવ્યા છે.હવે દિવસ દરમિયાન આ મશીન દ્વારા સોડીયમ હાઈપોકલોરાઈટ સોલ્યુશનથી રાજકોટ શહેરના મુખ્યમાર્ગો પર સેનીટાઈઝેશનની કામગીરી કરવામાં આવી રહી છે. તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:50 pm IST)