રાજકોટ
News of Thursday, 6th May 2021

બે હજાર બોગસ ચલણી નોટ છાપવાના ગુન્હામાં પકડાયેલ આરોપીની જામીન અરજીને કોર્ટે ફગાવી દીધી

આરોપીએ દેશના અર્થતંત્રને અસર કરે તેવો ગુનો કરેલ છે : અદાલત

રાજકોટ,તા. ૬ : બોગસ ચલણી નોટો છાપવાના ગુન્હા સબબ પકડાયેલ આરોપીના જામીન અરજી રદ કરવાનો સેશન્સ કોર્ટે હુકમ કર્યો હતો.

અરજીની વિગત એવી છે કે, ડી.સી.બી. પોલીસ સ્ટેશનને ખાનગી રાહે મળેલ મળેલ બાતમી મુજબ વાવડી મેઈન રોડ ઉપર વાવડી ઈન્ડસ્ટ્રીયલ ઝોન ગોપાલ હોટેલ નજીક પરીશ્રમ ભઠીવાળી શેરીમા આવેલ એક ઈલેકટ્રીક ટ્રાન્સફોરમર્સંની બાજુમા આવેલ ભભઉમા સ્ટીલભભ ભાડાના કારખાનામા કોઈપણ જાતના લાયસન્સ કે ઓથોરીટી વિના ગેરકાયદેસર રીતે ભારતીય ચલણી નોટો બનાવવામા આવે છે જેથી તા.૩–૪–ર૧ ના રોજ ડી.સી.બી. પોલીસ સ્ટેશન શહેર દ્રારા ઉપરોકત કારખાનામા રેડ પાડતા ત્યા આ કામના આરોપી અરજદાર પીયુશ બાવનજી કોટડીયા રે. વાવડી ગામ, ૧પ૦ રી રીંગ રોડ તથા ભભઉમા સ્ટીલભભ ભાડાના કારખાનાના માલીક મુકુંદ મનસુખભાઈ છત્રાળા રે. વાવડી ઈન્ડસ્ટ્રી ઝોન જયગોપાલ વે બ્રીજની બાજુમા મળી આવેલ અને ત્યા પંચો રૂબરૂ તપાસ દરમ્યાન આરોપીઓ હાજર હતા તથા આરોપીઓ પાસેથી અલગઅલગ દરની ડુપ્લીકેટ ચલણી નોટો મળી આવેલ તેમજ આરોપીઓના કબજાના ઝેરોક્ષ કમ પ્રીન્ટર ઉપર બનાવટી ચલણી છપાતાની કામગીરી ચાલુ હોવાનુ જણાયેલ તથા સ્કેનર મશીનમાથી રૂ. ર૦૦૦/–ની અસલ ચલણી નોટ મળી આવેલ. તેમજ બંને આરોપીઓની જડતી લેતા આરોપીઓના કબજામાથી એક જ નંબરની બનાવટી ચલણી નોટો અર્ધં છપાયેલ ચલણી નોટો તેમજ છપાયેલ કટીંગ કર્યાં વિનાની એક જ સીરીયલ નંબરના કોરા કાગળો વગેરે મળી આવતા મુદામાલ કબજે કરેલ તેમજ તપાસ દરમ્યાન માલુમ પડેલ કે બનાવવાળુ કારખાનુ સહઆરોપી મુકંદ મનસુખલાલ છત્રાળા ભાડે રાખવામા આવેલ હતુ. આમ બંને આરોપીઓની ધોરણસર અટક કરી પુછપરછ કરી જેલહવાલે કરવામા આવતા તે પૈકી આરોપી પિયુશ બાવનજી કોટડીયા દ્રારા જામીન ઉપર મુકત થવા જામીન અરજી દાખલ કરેલ હતી.

બંને પક્ષોની દલીલો તેમજ તપાસ પેપર્સં તથા પોલીસ અમલદારનુ સોગંદનામુ ધ્યાને લીધા બાદ એડીશનલ જજ ડી.એ. વોરા એવા તારણો ઉપર આવેલ કે, કેસ પેપર્સં ધ્યાને લેતા અરજદારા તથા સહઆરોપી પ્રાઈમાફેસી રીતે ગુનામા સંડોવાયેલ હોય તેવુ સ્પષ્ટ જણાઈ આવે છે. બંને આરોપીઓ સ્થળ ઉપર હાજર મળી આવેલ છે તથા અંગજડતી કરતા બંને આરોપીઓ પાસેથી બનાવટી ચલણી નોટો મળી આવેલ છે વધુમા સ્થળ ઉપરથી કલર ઝેરોક્ષ પ્રીન્ટર ઝેરોક્ષની ટ્રેમાથી અસલ ર૦૦૦/– ની નોટ મળી આવેલ હોય આમ બંને આરોપીઓ એ બનાવટી ચલણી નોટો છાપી તેવી બનાવટી ચલણી નોટો અસલ તરીકે ઉપયોગ કરેલ હોવાનો પુરાવો પણ મળી આવેલ છે આમ અરજદાર આરોપી ગુન્હામા સંડોવાયેલ હોવાનુ પ્રાઈમાફેસીમા જણાઈ આવે છે. આક્ષેપીત ગુન્હો દેશના અર્થંતંત્રને વિપરીત અસર પહોચે તે પ્રકારનો છે તથા અરજદાર અને સહઆરોપીઓ દ્રારા્ર ટેકનોનલોજીની દુરઉપયોગ કરી એકમાત્ર ટુંક સમયમા મોટો નાણાકીય લાભ લેવા માટે બનાવટી ચલણી નોટો બનાવેલ હોવાનુ પ્રાથમિક રીતે જણાઈ આવે છે ગુનાની તપાસ પ્રગતિમા છે અરજદાર જામીન મુકત થયા બાદ ગુનાનુ પુનરાવર્તન કરે તેવી શકયતા નકારી શકાય તેમ નથી. તમામ સંજોગોમા ગુનાનો પ્રકાર ગુનાની સંભવિત સજા તથા અરજદારે ગુન્હામા ભજવેલ ભાગ ધ્યાને લેતા અરજદારને જામીન મુકત કરી શકાય નહી. જેથી જામીન અરજી નામંજુર કરતો હુકમ કરેલ. આ કામે સરકારપક્ષે પબ્લીક પ્રોસીકયુટર વકીલશ્રી અનિલ એસ ગોગિયાએ રજુઆત કરેલ.

(3:03 pm IST)