રાજકોટ
News of Thursday, 6th May 2021

રાજકોટ જેલમાં મહિલા કેદી રાધિકા હાથ ધોવા માટેનું લિકવીડ પી ગઇ

વારંવાર સગાને ફોન કરવાની ના પડાતાં માઠુ લાગ્યું

રાજકોટ તા. ૬: અહિને સેન્ટ્રલ જેલમાં મહિલા કેદી રાધીકા મનસુખભાઇ (ઉ.વ.૨૫)એ હાથ ધોવા માટેનું લિકવીડ પી લેતાં તબિયત બગડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ચોકીના સ્ટાફે જાણ કરતાં પ્ર.નગરના એએસઆઇ કનુભાઇ માલવીયા અને રામજીભાઇ પટેલે જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ રાધિકા હોસ્પિટલમાંથી બાળકનું અપહરણ કરવાના ગુનામાં પાંચ વર્ષથી જેલમાં છે અને કાચા કામની કેદી છે. તેણીને જેલમાંથી નિયમ મુજબ સગા સાથે બે વખત ફોનથી વાત કરવા દેવાઇ હતી. પરંતુ તેને વધુ વખત વાત કરવી હોઇ સ્ટાફે નિયમ અનુસાર ના પાડતાં માઠુ લાગતાં આવુ પગલુ ભર્યુ હતું.

(1:05 pm IST)