રાજકોટ
News of Thursday, 6th May 2021

રાજકોટ એસટી ડિવીઝનની ચેકીંગ સ્કવોડનો સપાટોઃ કટકી કરતા ૫ કંડકટર ઝડપાયાઃ ૫ મુસાફરો ખુદાબક્ષ

રૂટ બોર્ડ-હાઈવે પરની હોટલમાં ગેરકાનૂની હોલ્ટ સહિત અનેક ગેરરિતીઓ મળી

રાજકોટ, તા. ૬ :. રાજકોટ એસટી ડિવીઝનની ચેકીંગ સ્કવોડે એપ્રીલ માસમાં સપાટો બોલાવી કટકી કરતા ૫ કંડકટર ઝડપી લીધા હતા. તમામ સામે ખાતાકીય કાર્યવાહી શરૂ કરી દેવાય છે. એટલુ જ નહીં ૫ મુસાફરો પણ આ કોરોનાકાળમાં ટિકીટ વિના ઝડપાતા તમામને સ્થળ ઉપર જ આકરો દંડ ફટકારાયો હતો.

ડિવીઝનલ નિયામક શ્રી યોગેશ પટેલની સૂચના બાદ ચેકીંગ સ્કવોડે એપ્રિલ માસમાં કુલ ૧૩૦૦થી વધુ બસમાં ચેકીંગ કર્યુ હતુ. જેમાં ૫ કંડકટરો કટકી કરતા ઝડપાઈ ગયા હતા. આ ઉપરાંત નિયમ મુજબ રૂટ બોર્ડ ન હોવા, હાઈવે પરની હોટલોમાં ગેરકાયદે હોલ્ટ, બસ વહેલી-મોડી અનિયમીતતા, ડ્રાઈવર-કંડકટરો યુનિફોર્મ વગરના વિગેરે અનેક ગેરરીતિ ઝડપાતા આકરો દંડ કરાયો હતો. કુલ ૨૧૦૦ આસપાસ દંડની વસુલાત કરાઈ હતી.

(10:59 am IST)