રાજકોટ
News of Thursday, 6th May 2021

૪૫ ટકા ભારતીયોમાં વિટામીન બી-૧૨ની ઉણપ

મોટાભાગે આ વિટામીન નોનવેજમાંથી પ્રાપ્ત થાય છે : ઉણપના લક્ષણો જાણો

આપણે સૌ જાણીએ છીએ કે શરીરમાં વિટામિન્સ, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ બહુ જ જરૂરી છે. આજે એમાંથી આપણે એક વિટામિન બી-ટવેલ્વ વિષે થોડા માહિતગાર થઇએ.

વિટામીન બી-૧૨ એ પાણીમાં ઓગળી જાય, જેને કાબાલામિન તરીકે પણ ઓળખવામાં આવે છે, વિટામિન બી-૧૨ એ બહુ જ અગત્યનો ભાગ ભજવે છે તે શ્વેતકણ તેમજ ડિએનએ બનાવવામાં ચેતાતંત્રને (નર્વસ સીસ્ટમ્સ)ને બરાબર કામ કરવા કરતું રાખવા માટે ખૂબ જ અગત્યનો રોલ ભજવે છે.

એક તાજા સર્વેમાં એવું જાણવા મળ્યું છે કે એવરેજ ભારતીયોમાંથી ૪૫% લોકો વિટામિન બી-૧૨ની ઉણપથી પીડાય છે. વિટામિન બી-૧૨ ઉપલબ્ધ કરતા સ્ત્રોતોમાં લગભગ બધી જ નોન વેજીટેરીયન વસ્તુ આવે છે. જેમ કે મીટ, માછલી, ચીકન, ઇંડા અને ડેરી પ્રોડકટસ. ઘણી વખત બી-૧૨ ફર્ટીફાઇડ બેકરી આઇટ્મ્સમાં પણ હોય છે. જે હજુ આપણા દેશમાં ઉપલબ્ધ નથી. પાણી તેમજ વનસ્પતિ આધારિત દુધમાં પણ હોય છે.

બી-૧૨ ઓછું હોવાના આ રહ્યા કેટલાક ચિન્હો

. સફેદ અથવા પીળી ઝાંઇ પડતી ચામડીઃ

કયારેક આ ઉણપના દર્દીઓ ફીકા પડી ગયેલા ચહેરા અથવા ઉદાસ દેખાતા ચહેરા સાથે આવે છે. કારણ કે શ્વેતકણ બનવું બી-૧૨ ઉપર નિર્ધારીત છે. ડબલ્યુબીસી - વ્હાઇટ સેલ બનવા માટે શ્વેતકણ એ અભિન્ન અંગ છે. આ પ્રકારના રોગને મેગાલોબ્લાસિક કહેવામાં આવે છે. જેમાં શ્વેતકણ - ડબલ્યુબીસી બહુ મોટા અને જલ્દી તૂટી જાય તેવા બને છે. જેના કારણે બિલુરુબિન બહુ મોટા જથ્થામાં બહાર નિકળે છે અને કમળાના જંતુ દેખાય છે.

. નબળાઇ અને થાક :

શ્વેતકણ ઓછા હોય તેવા દર્દીને બહુ નબળાઇ તેમજ થાક લાગે છે. કેમકે શરીરમાં ઓકિસજન લઇ જવાની ક્ષમતા ઓછી થઇ જાય છે. મોટી ઉંમરના લોકોમાં આ રોગને પરમિસએસ એનિમિયા કહેવામાં આવે છે. જેમાં ઉંમરને કારણે ઇન્ટરનસિસ ફેકટર હોજરીમાં બનતું નથી. જે બી-૧૨ને શોષવા માટે બહુ જ જરૂરી હોય.

. શરીરમાં ટાંચણી વાગ્યાની લાગણી તેમજ બળતરાનો અનુભવ થવો :

આ એક બહુ જ ગંભીર બિમારી છે. જેમાં લાંબા સમયથી બી-૧૨ની કમી હોય છે. જેના કારણે ચેતાતંત્ર નબળુ પડી ગયું હોય છે. બી-૧૨ની ઉણપને કારણે ચેતાતંત્રમાં માઇલિન નામનું તત્વ બરોબર બનતું નથી. ઘણી વખત શરીરમાં ઝણઝણાટી, ખાલી ચડવી તેમજ ટાંચણી જેવું લાગવું એ તેની નિશાની છે. ઘણા લોકોને ચેતાતંત્રને લગતી ઉણપ જણાતી હોય છે.

. ચક્કર આવવા :

મોટી ઉંમરના લોકોને ચક્કર આવવા તેમજ છાતીમાં દુઃખાવો થવો. આવું કયારેક બનતું હોય છે. બી-૧૨ ચેતાતંત્રને અસર કરતું હોય, બી-૧૨ની ઉણપને કારણે ચેતાતંત્રની કામગીરીમાં અવરોધ આવે છે. જેને કારણે બેલેન્સ નથી જળવાતું. આમ વિટામીન્સોમાં બી-૧૨નું ખૂબ મહત્વ છે. (૨૧.૩)

બી૧૨ અંગેનું નિદાન કઠીન

કમનસીબે મોટી ઉંમરના માણસો બી-૧૨ની ઉણપથી વધુ પ્રમાણમાં પીડાય છે. કેમકે એક તો ખોરાકમાં ઓછું લેવામાં આવે છે સાથે આંતરડામાંથી શોષણ પણ બહુ ઓછા પ્રમાણમાં થાય છે. જે લોકોની આંતરડાની સર્જરી કરેલા હોય તેમને આ ઉણપ વધુ જોવા મળે છે. મધુપ્રમેહના દર્દીઓ કે જે મેટકોરમીન નામની દવા લે છે તેઓમાં આ ઉણપ બહુ જલ્દી જોવા મળે છે. જે લોકો ખોરાક લે છે તેઓમાં પણ આ ઉણપ જોવા મળે છે. જે દર્દીઓ એસિડીટી માટેની દવાઓ લાંબો સમયથી લે છે તેઓમાં પણ આની ખામી વધુ જોવા મળે છે. કમનસીબે બી-૧૨ની ઉણપનો ખ્યાલ આવતા વર્ષો લાગે છે. અને તેમાં પણ તેનું નિદાન બહુ જ અઘરૃં છે. કયારેક બી-૧૨ની ઉણપ ભૂલથી ફોલેટની ઉણપ તરીકે નિદાન કરવામાં આવે છે. બી-૧૨ની ઉણપ વાસ્તવમાં ફોલેટની ઉણપને પણ વધારે છે. માત્ર ફોલેટની સારવાર કરવામાં આવે તો વિટામિન બી-૧૨ની ઉણપની ખબર જ નથી પડતી.

ડો. નિલેષ નિમાવત

એમ.એસ. સર્જન

રાજકોટ.

મો. ૯૨૬૫૧ ૮૨૮૨૪

(11:45 am IST)