રાજકોટ
News of Monday, 6th April 2020

સત્યમ ગ્રુપ દ્વારા ફુડ પેકેટનું વિતરણ

રાજકોટ : ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલની ઉપસ્થિતિમાં સત્યમ ગ્રુપ બાબરીયા કોલોની શેરી નં.૩/૭ના સુર્યમુખી હનુમાનજી મંદિરના ચોક પાસે લોકડાઉન સમય ગાળાના સંજોગો ધ્યાન ઉપર લઇને શ્રમિક ગરીબ અને પછાત વ્યકિતઓ તેમની રોજીરોટી કમાવવા બહાર ગામથી આવેલ છે તે લોકડાઉનના કારણોસર છુટક મજૂરી કરતા લોકોના કામધંધા બંધ થઇ જવાથી બે ટકના ખાવાના ભોજન વિના ભૂખ્યા તરસ્યા ટળવળતા વ્યકિતઓ અને તેમના પરિવારના નાના બાળકો માટે ગુંદી-ગાંઠીયાના ફુડ પેકેટ તથા ચા-પાણીનું રોજે રોજ ૧પ૦૦ ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્યમાં કુલદીપ ગરસોંદીયા, કેતન હરસોડા, નિલેશભાઇ રામાણી, ગોરધનભાઇ મેઘાણી, ધર્મેશભાઇ કોઠારી, નિલેષભાઇ સોજીત્રા સહિતના મિત્ર મંડળના જોડાયા છે. આ સમયે ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમ સામાજીક કાર્યકર સવજીભાઇ ફળદુની યાદીમાં જણાવ્યું છે.

(4:29 pm IST)