રાજકોટ
News of Monday, 6th April 2020

મજૂર વર્ગ માટે પ હજાર રાશન કિટ તૈયાર કરાવતા જીલ્લા પોલીસ વડા બલરામ મીણા

વડાલીયા ફુડ તથા હાઇબોન્ડ સીમેન્ટનો સુંદર સહકાર સાંપડયોઃ અન્ય એસો. ને પણ સેવાકીય કાર્ય માટે સહયોગ આપવા અપીલ

રાજકોટ તા. ૬ :.. કોરોના વાયરસ સંદર્ભે લોકડાઉનના કારણે રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં રહેતા ગરીબ મજુર વર્ગના માણસોને જીવન જરૂરીયાતની વસ્તુ મળી રહે અને તેઓને કોઇ મુશ્કેલી ન થાય તે સારૂ રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિકક્ષક શ્રી બલરામ મીણા દ્વારા વડાલીયા ફુડ તથા હાઇબોન્ડ સિમેન્ટની મુલાકાત લઇ તેઓ સાથે સંકલન કરી, તેઓના સંયુકત ઉપક્રમે ગરીબ મજૂર વર્ગના માણસો અને નિઃસહાય માણસો માટે પ૦૦૦ રાશન કીટ તૈયાર કરાવવામાં આવેલ છે.

દરેક રાશન કીટમાં પ કિલો ચણાનો લોટ, ર કિલો તેલ, ૧ કિલો ચોખા, ૧ કિલો ખાંડ, ૧ કિલો મીઠાનો સમાવેશ કરાયો છે. અને  આ તમામ રાશન કીટ જિલ્લા પોલીસ વડા દ્વારા રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં વસવાટ કરતા જરૂરીયાત મંદ માણસોને વિતરણ કરવામાં આવશે.

આ સેવાકીય પ્રવૃતિના ઉપદા કાર્યમાં મહત્વનો ફાળો આપી સફળ બનાવવા બદલ પોલીસ અધિક્ષક બલરામ મીણા દ્વારા વડાલીયા ફુડ અને હાઇબોન્ડ સિમેન્ટના ઓનર્સને અભિનંદન પાઠવેલ છે. અને સાથે સાથે રાજકોટ ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં આવેલ તમામ  એસોસીએશનોને આ ઉમદા સેવાકીય કાર્યમાં સહભાગી બનવા માટે અપીલ પણ કરવામાં આવેલ છે.

(2:23 pm IST)