News of Monday, 6th March 2023
એરપોર્ટ રોડ પર મોબાઇલમાં આઇ.ડી. પર જુગાર રમતો શ્યામ કાનાબાર પકડાયો
ગાંધીગ્રામ પોલીસનો દરોડો : ગૌરવ ખત્રીની શોધખોળ
રાજકોટ,તા.૬ : હનુમાન મઢી ચોક પાસે એરપોર્ટ રોડ પર ભંગારી બજાર પાસે ગાંધીગ્રામ પોલીસે દરોડો પાડી મોબાઇલ ફોનમાં આઇડી પર જુગાર રમતા શખ્સને પકી લીધો હતો.
મળતી વિગત મુજબ એરપોર્ટ રોડ પર ભંગાર બજાર પાસે એક શખ્સ જુગાર રમતો હોવાની બાતમી મળતા પી.એસ.આઇ એન.બી.ડોડીયા અને કોન્સ. અજયભાઇ ચાવડા સહિતે દરોડો પાડી મોબાઇલ ફોનમાં આઇડી બનાવી તીનપતી તથા વરલી મટકા જેવી રમત પર આંકડા લખી ઓનલાઇન સોદા કરી જુગાર રમતા શ્યામ નરેન્દ્રભાઇ ઉર્ફે નિલેશભાઇ કાનાબાર (ઉવ.૨૫) (રહે. એરપોર્ટ રોડ પર ભાડાના મકાનમાં મૂળ માંગરોળ) ને પકડી લઇ મોબાઇલ ફોન તથા રોકડ મળી રૂા. ૮૫૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
(4:48 pm IST)