રાજકોટ
News of Monday, 6th March 2023

બ્રિજ લોકાર્પણના ૧૪ કલાક બાદ લોકોને મળી રાહત

રાજકોટઃ ગોંડલ ચોકડીએ નિર્માણ પામુલા ઓવરબ્રિજનું ગઇકાલે સાંજે ૬ વાગ્‍યે મુખ્‍યમંત્રીના હસ્‍તે લોકાર્પણ કરવામા આવ્‍યુ હતુ પરંતુ કાર્યક્રમ પુરો ચયા બાદ પુલ પર જવાના ત્રણેય રસ્‍તા પર બેરીકેડ રાખી અથવા ટ્રક આડા રાખીને બંધ રાખવામાં આવતા લોકોને તેના વપરાશની છૂટ તરત અપાઇ નહોતી. તંત્રના સતાવાર સુત્રોના જણાવ્‍યા પ્રમાણે પુલ પર મંડપ નાખવામાં  આવ્‍યા હોવાથી આજે સવારનાં ૮ વાગ્‍યા પુલ લોકોની અવરજવર માટે ખુલ્લો મુકવામં આવ્‍યો હતો.આમ, લોકાર્પણના ૧૪ કલાક માટે બ્રિજ કાર્યરત થયો હતો. ઉપરોકત તસ્‍વીરમાં કાલ સાંજથી આજ સવાર સુધી પુલ આડે ટ્રક રાખવામાં આવ્‍યા હતા. જે નજરે પડે છે.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(4:43 pm IST)