રાજકોટ
News of Monday, 6th March 2023

અકસ્‍માતમાં ઘાયલ છાત્રને હોસ્‍પિટલે પહોંચાડી માનવતા દાખવતાં ટ્રાફિક પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર

રાજકોટઃ નવા દોઢસો ફુટ રીંગ રોડ પર સેન્‍ટ પોલ સ્‍કૂલ નજીક એક છાત્ર સાઇકલ હંકારીને જતો હતો ત્‍યારે અકસ્‍માત નડતાં ઇજા થતાં ત્‍યાંથી પસાર થઇ રહેલા ટ્રાફિક પીઆઇ એમ. બી. નકુમ-સેક્‍ટર ૪ અને તેમની સાથેના સ્‍ટાફે ગાડી ઉભી રાખી હતી અને તુરત ૧૦૮ને ફોન કરી ૧૦૮ જે રૂટ પરથી આવવાની હતી ત્‍યાં સુધી ઘાયલ છાત્રને પોલીસની ગાડીમાં બેસાડી હોસ્‍પિટલે ખસેડવા પ્રબંધ કર્યો હતો. યશ નામના છાત્રને ઇજા પહોંચી હતી

(3:34 pm IST)