રાજકોટ
News of Monday, 6th March 2023

રૈયા રોડ - જયુબેલી માર્કેટ - મવડી સહિતના સ્‍થળોએથી ૧૧૪ રેંકડી - કેબીન જપ્‍ત

વિવિધ રાજમાર્ગો પરથી મંજુરી વિનાના ૨૬ બોર્ડ - બેનરો હટાવાયા : ૯૬૪ કિલો શાકભાજી-ફળ જપ્‍ત રૂા. ૪ લાખનો વહીવટી ચાર્જ વસુલાયો : મનપાની દબાણ શાખા ત્રાટકી

રાજકોટ તા. ૬ : શહેરમાં જુદી જુદી જગ્‍યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ ૧૧૪ એવા રેકડી-કેબીન, ᅠઅન્‍ય ચીજવસ્‍તુઓ, ૯૬૪ કિલો શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, ૨૬ બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.

આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ દબાણ હટાવ શાખા દ્વારા તા. ૨૭ ફેબ્રુઆરી થી ૫ માર્ચ સુધીમાં રસ્‍તા પર નડતર રૂપ ૩૧ રેકડી તે યુનિ.રોડ, મવડી મેઈન રોડ, મહાકાળી મંદિર પાસે,ᅠનાના મૌવા મેઈન રોડ, ગાંધી સ્‍કુલ પાસે,ᅠમવડી પુલ પાસે શુક્રવારી, કેવડાવાડીᅠ માર્કેટ, છોટુનગર,ᅠપરાબજાર, જયુબેલી માર્કેટ,ᅠᅠપરથી જપ્ત કરવામાં આવી હતી,ᅠજુદીજુદીᅠ અન્‍ય ૮૩ પરચુરણ ચીજ વસ્‍તુઓ જે ગુણાતીતનગર ચોક શ્રીજી કોમ્‍પલેક્ષ, સાધુવાસવાણી રોડ, કોર્ટ ચોક, હોસ્‍પીટલ ચોક, રેલ્‍વે જંકશન રોડ, જયુબેલી, મવડી મેઈન રોડ મહાકાળી મંદિર પાસે, આનંદ બંગલા ચોક,યાજ્ઞિક રોડ, પુનિતનગર ચોક, ૧૫૦ ફુટ રિંગ રોડ, બાપાસિતારામ ચોક, કાલાવડ રોડ પરથીᅠજપ્ત કરવામાં આવી હતી,

જ્‍યારે ૯૬૪ᅠકી.ગ્રા. શાકભાજી-ફળો તે પારેવડી ચોક,ᅠજયુબેલી, હોસ્‍પિટલ ચોક,ગાયકવાડી મેઈન રોડ, જંકશન રોડ,ᅠઆનંદ બંગલા ચોક જવાહર ચોક, કાલાવડ રોડ, મવડી હોકર્સ ઝોન બહાર રોડᅠપરથીᅠજપ્ત કરવામાં આવ્‍યા હતા, રૂ.૨,૭૩,૪૭૦ મંડપ કમાન છાજલી ચાર્જ તે મોરબી રોડ, મવડી રોડ, કાલાવડ રોડ,ધરમ સિનેમા, શિતલ પાર્ક પાસેથી વસુલ કરવામાં આવ્‍યો હતા,ᅠતેમજ રૂ.૧,૪૩,૦૦૦ વહીવટી ચાર્જ તે સંતકબીર રોડ, રામાપીર ચોકડી, કનક રોડ, પેડક રોડ, રૈયા રોડ, અશોક ગાર્ડન, લક્ષ્મિનગર નાલા પાસે,ᅠજયુબેલી, આનંદ બંગલા રોડ, સત્‍યસાંઈ રોડ,ᅠ૧૫૦ ફુટ રિંગ રોડ ᅠપરથીᅠવસુલ કરવામાં આવ્‍યો હતો, શહેરના વિવિધ રાજમાર્ગો પરથી મંજુરી વિનાના રાજકીય - સામાજીક સંસ્‍થાના ૨૬ બોર્ડ-બેનર તે મોરબી રોડ, સંતકબીર રોડ, હિંગળાજ નગર રોડ પરથી જપ્ત કરવામા આવ્‍યા હતા.

(3:07 pm IST)