રાજકોટ
News of Saturday, 6th March 2021

મે મહિનામાં વિજ કંપની ગ્રાહકોને ડીપોઝીટ પર ૬ ટકા વ્યાજ આપશેઃ ગ્રાહકો બીલમાં ક્રેડીટ ચેક કરી લ્યે

રાજકોટ, તા. ૬ :. વીજ કંપની દ્વારા દરેક ગ્રાહકોને દર વર્ષે તેઓની ડીપોઝીટની રકમ પર વ્યાજ આપે છે, ત્યારે આ વર્ષે પણ મે મહિનામાં ગ્રાહકોને ૬ ટકા વ્યાજ આપવામાં આવશે.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત વિગતો મુજબ વિજકંપની દ્વારા દરેક ગ્રાહકોને ડીપોઝીટ પર દર વર્ષે વ્યાજ આપે છે. જે અંતર્ગત આ વર્ષે મે મહિનામાં વિજકંપની ગ્રાહકને તેઓની ડીપોઝીટ પર ૬ ટકા વ્યાજ ચૂકવનાર છે.

આથી મે મહિનાના બીલમાં ગ્રાહકોએ તેઓની ડીપોઝીટની રકમની ચકાસણી કરી લેવા વિજકંપની દ્વારા અનુરોધ કરાયો છે.

(4:09 pm IST)