રાજકોટ
News of Saturday, 6th March 2021

કાલે ભરવાડ સમાજના વર્ચ્યુઅલ સમુહલગ્નઃ ૧૩૯ દીકરીઓ પ્રભુતામાં પગલા પાડશે

કરીયાવરમાં દીકરીઓને ૫૦ લાખથી વધુ રકમની વસ્તુઓ અપાશેઃ ગોપાલક સમુહલગ્ન સેવા સમિતિ દ્વારા સરકારી ગાઈડલાઈન મુજબ આયોજન

રાજકોટઃ સમાજ વ્યવસ્થાના ભાગરૂપે ઓછા ખર્ચે લગ્ન સારી રીતે સંપન્ન થઈ શકે તે માટે રાજકોટ ભરવાડ સમાજ દ્વારા છેલ્લા ૨૩ વર્ષથી સમુહલગ્ન યોજાય છે. આ વર્ષે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ સરકારશ્રીની સંપૂર્ણ ગાઈડલાઈન હેઠળ વર્ચ્યુલ સમુહ લગ્નોત્સવ યોજવાનું ગોપાલક સમૂહલગ્ન સેવા સમિતિએ નકકી કરેલ ભાગરૂપે તા.૭ને રવિવારના રોજ ૨૩માં સમુહલગ્ન યોજાશે. તેમાં ૧૩૯ દિકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે.

રાજકોટમાં શ્રી ગૌપાલક સેવા અને સંગઠન વિકાસ સમિતિ ટ્રસ્ટના નેજા હેઠળ યોજાતા સમુહ લગ્નોત્સવમાં સૌરાષ્ટ્રમાં સૌપ્રથમવાર વર્ચ્યુલ સમુહલગ્નોત્સવ દ્વારા ૧૩૯ દિકરીઓના લગ્ન યોજી ભરવાડ સમાજ સરકારની ગાઈડલાઈન સાથે સમાજીક દાયીત્વ નિભાવી રહ્યો છે. દિકરીઓને કરીયાવરમાં સોના- ચાંદીની વસ્તુઓ, કબાટ, પથારી સેટ, કટલેરીસેટ ઉપરાંત જીવનજરૂરી ચીજવસ્તુઓ સમાજ તરફથી આપવામાં આવે છે. જેની અંદાજીત કિંમત અડધા કરોડ રૂપીયા થવા જાય છે. જે સંપૂર્ણ રકમ ગોપાલક સમુહ લગ્ન સમિતિના  સ્વભંડોળમાંથી આપવામાં આવી છે. સમુહલગ્નમાં જોડાનાર પરિવાર પાસેથી એકપણ રૂપિયો લેવામાં આવ્યો ન હોવાનું યાદીમાં જણાવાયું છે.

સમુહલગ્નને સફળ બનાવવા ભીખાભાઈ લક્ષ્મણભાઈ પડસારીયા, રાજુભાઈ નોંધાભાઈ જુંજા, હિરાભાઈ ઉકાભાઈ બાંભવા, લીંબાભાઈ ખેંગારભાઈ માટીયા, પરેશભાઈ સોરીયા, નાગજીભાઈ જીણાભાઈ ગોલતર, બીજલભાઈ રામજીભાઈ ટારીયા, નારણભાઈ માંડણભાઈ વકાતર, રાજુભાઈ ઘેલાભાઈ ઝાપડા, રમેશભાઈ તેજાભાઈ જુંજા, મનુભાઈ બચુભાઈ બાંભવા, ડાયાભાઈ ફકીરાભાઈ રાતડીયા, રાજુભાઈ મેપાભાઈ ટોયટા, હરેશભાઈ મૈયાભાઈ ઝાપડા, ગોપાલભાઈ નરશીભાઈ ગોલતર, ગોપાલભાઈ મનુભાઈ સરસીયા, ધીરજભાઈ અરજણભાઈ મુંધવા ઉપરાંત જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:08 pm IST)