રાજકોટ
News of Saturday, 6th March 2021

કુવાડવા નજીક કાર ભડકે બળીઃ ધૂમાડાના ગોટેગોટાઃ પાંચ સભ્યો સમયસર નીચે ઉતરી ગયા

રાજકોટઃ કુવાડવા નજીક અમદાવાદ હાઇવે પર ક્રિષ્ના કાઠીયાવાડી હોટેલ નજીક ઍક કાર અચાનક ભડકે બળતાં નાસભાગ મચી ગઇ હતી. ધૂમાડાના ગોટેગોટા નીકળવા માંડતા લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. કોઇઍ ફાયર બ્રિગેડને જાણ કરતાં રાજકોટથી બંબા દોડી ગયા હતાં. કારમાં ચારથી પાંચ લોકો બેઠા હોવાનું અને તમામનો ચમત્કારીક બચાવ થયાનું જણાવાયું છે. તસ્વીર બામણબોરથી બાબુલાલ ડાભીઍ મોકલી હતી. કારના ઍન્જીનમાં સ્પાર્ક થવાથી આગ લાગ્યાનું તારણ છે. કારમાં આકાશભાઇ અને તેના પરિવારના સભ્યો હતો. રાજકોટથી ચોટીલા તરફ જતા હતાં.

(3:39 pm IST)