રાજકોટ
News of Saturday, 6th March 2021

કોર્પોરેશન ચૂંટણીમાં ૩ાા કરોડ કલેકટર તંત્રને ચૂકવી આપતુ કોર્પોરેશન : બૂથ દીઠ ૩૫ હજાર ચૂકવ્યા

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે તે પાલીકા - કોર્પોરેશન - પંચાયતે ખર્ચ ચુકવવાનો હોય છે

રાજકોટ તા. ૬ : તાજેતરમાં રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઇ હતી, તેમાં બૂથ દીઠ ૨૫ હજારનો ખર્ચ મંજૂર કરાયો હતો પરંતુ કોર્પોરેશને બૂથ દીઠ ૨૫ હજાર ઉપરાંત સેન્ટ્રલી ખર્ચ બૂથ દીઠ વધારાનો ૧૦ હજાર ગણી બૂથ દીઠ કોર્પોરેશને કલેકટર તંત્રને રૂ. ૩૫ હજાર ચૂકવી દીધા છે.

એડી. કલેકટરશ્રી પરિમલ પંડયાએ પત્રકારોને જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે તે નગરપાલિકા - કોર્પોરેશન - જિલ્લા - તાલુકા પંચાયતે ચૂંટણી ખર્ચ ભોગવવાનો હોય છે. તેમણે જણાવેલ કે બુથ દીઠ રૂ. ૨૫ હજારનો ખર્ચ મંજુર કરાયો હતો, તેટલી જ મર્યાદા રખાઇ હતી.

દરમિયાન કોર્પોરેશનના ડે.કમીશનરશ્રી નંદાણીએ એડી. કલેકટરની ઉપસ્થિતિમાં પત્રકારોને જણાવ્યું હતું કે, અમે અત્યાર સુધીમાં ૩ાા કરોડ કલેકટર તંત્રને ચૂકવી દિધા છે, જેમાં બુથ દીઠ ૨૫ હજાર અને સેન્ટ્રલી ખર્ચના બૂથ દીઠ રૂ. ૧૦ હજાર અલગ ચૂકવ્યા છે, કોર્પોરેશન ચૂંટણીમાં કુલ ૯૯૧ બુથ દીઠ રૂ. ૩ કરોડ ૪૬ લાખ ઉપર ખર્ચ થયો છે.

ગોંડલ નગરપાલિકા અને રાજકોટ જિલ્લા - તાલુકા પંચાયત હવે ખર્ચ ચૂકવશે, ગોંડલ પાલિકા ૯૦ બૂથના ૨૨ લાખથી વધુ હવે ચુકવશે તેમ સાધનો ઉમેરી રહ્યા છે.

(3:30 pm IST)