રાજકોટ
News of Saturday, 6th March 2021

આર્યનગરની પરિણિતાના આપઘાતના કેસમાં પકડાયેલ પતિની જામીન અરજી મંજુર

રાજકોટ, તા.૬: રાજકોટના આર્યનગરમાં પત્નિએ કરેલ આપઘાતના ગુનામાં પતિનો અદાલતે જામીન પર છૂટકારો ફરમાવેલ હતો.

આ કામની વિગત એવી છે કે, આ કામના ફરીયાદી પરસોતમભાઇ લલુભાઇ પટેલે તેની દિકરી દિશાએ લવ મેરેજ કરેલા હોય અને આ પછી આ કામના આરોપીએ ફરીયાદીની દીકરી દિશાને ફરીયાદી સાથે ફોનમાં વાત ન કરવા બાબતે ઠપકો આપા હોય તથા મેણા-ટોણા મારી દુઃખ ત્રાસ આપતા હોય જેથી કંટાળી ગયેલ હોય અને આ કામના ફરીયાદીની દીકરીને તેના પતિએ મરવા માટે મજબુર થવું પડે તેવા સંજોગો ઉભા કરતા ફરિયાદીની દીકરી દિશાએ તેના ઘરના રૂમમાં ગળો ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા મરણ જતા ગુન્હો કર્યો હોય તે અંગેની ફરીયાદ રાજકોટ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી.કલમ ૩૦૬ મુજબનો ગુનો નોંધવામાં આવેલ હતો ત્યારબાદ આરોપી હર્ષદ કમલેશભાઇ ઘેડીયાની તા.૧૬-૨-૨૦૨૧ના રોજ ધરપકડ કરવામાં આવેલ.

ત્યારબાદ આરોપી દ્વારા તેઓના એડવોકેટ મારફતે સેસન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરેલ હતી જેમાં આરોપી તરફે તેમના વકીલ દ્વારા દલીલ કરવામાં આવેલી કે આરોપીના ગુજરનાર સાથે લવ મેરેજ થયેલ હતા અને તેઓ બંને સાથે ફરવા બોમ્બે ૨૦ દિવસ ફરવા ગયેલ હતા અને તેઓની વચ્ચે કોઇપણ અણબનાવ બનેલો નથી આરોપીને ખોટી રીતે સંડોવી દીધેલ હોય વિગેરે દલીલો તથા ઓથોરીટીઝ ધ્યાને લઇ અધિક સેશન્સ જજશ્રી એચ.એમ.પવારે આરોપીને શરતોને આધિન રેગ્યુલર જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરેલ હતો.

આ કામમાં આરોપી/અરજદાર હર્ષદભાઇ કમલેશભાઇ ઘેડીયા વતી રાજકોટના એડવોકેટ વિરેન્દ્રભાઇ રાણીંગા, કિશનભાઇ વાલવા, વિજયભાઇ જોષી રોકાયેલ હતા.

(2:54 pm IST)