રાજકોટ
News of Saturday, 6th March 2021

ગુજસીકોટવાળા કેસમાં નિખીલ દોંગાના મુખ્ય સાગ્રીત અજય રાયધન કુંભારવાડીયા ૨૫ દિવસના પોલીસ રીમાન્ડ ઉપર

૩-માસની જહેમત બાદ તપાસનિશ અમલદારના હાલ લાગતો અજય રાયધન કુંભારવાડીયા નિખીલ દોંગાનો મુખ્ય વહીવટ સંભાળતો હતો

રાજકોટ તા. ૬ : ગોંડલ વિસ્તારના નામચીન ભુમાફીયા નિખીલ દોંગા અને ૧૧-સાગરીતો સામે નોંધાયેલ ગુજસીકોટના કેસ હેઠળના અજય રાયધન કુંભારવાડીયાની ૩-માસ બાદ ધરપકડ થતા આજરોજ તપાસનિશ અમલદાર શ્રી સાગર બાગમારએ ગુજસીકોટની ખાસ અદાલત માટે રીમાન્ડ માટે રજુ કરતા ખાસ અદાલતે આરોપીને રપ-દિવસના પોલીસ રીમાન્ડ ઉપર સોંપવાનો હુકમ કરેલ છે.

આ કેસની હકિકત એવા પ્રકારની છે કે ગોડલ અને જેતપુર વિસ્તારમા ભુમાફીયા અને માથાભારે શખ્સ તરીકે કુખ્યાત થયેલ નિખીલ દોંગા સહીતના તેના ૧૦-સાગરીતોની ગુજસીકોટ કાયદા હેઠળ ધરપકડ કરી તેમનો રીમાન્ડ પીરીયડ પુરો થતા તેઓ તમામને જેલ હવાલે કરવામા આવેલ હતા. પરંતુ નિખીલ દોંગા જેલવાસ દરમ્યાન તેની મિલકતો અને વહીવટોની સારસભાળ રાખવા માટે તેનો મુખ્ય સાગરીત અજય રાયધન કુંભારવાડીયા ૩-માસથી ભાગતો ફરતો હતો. આ દરમ્યાન તપાસનિશ અમલદારે તેના ઘરે રેઈડ કરતા અનેક મિલકતોના દસ્તાવેજો અને સાટાખતો મળી આવેલા હતા. તેમજ જુદા જુદા મોબાઈલ ફોનમાથો વાતચીતો કરી પોતાના અને નિખીલ દોંગાના વહીવટો પાર પાડતો હતો. ગુજસીકોટના કાયદાની જોગવાઈ મુજબ કોઈ આરોપી જયારે ગેગ બનાવીને પોતાની ગેરકાનુની પ્રવૃતિઓ પાર પાડતો હોય ત્યારે આવી ગેગના તમામ સભ્યો મુખ્ય આરોપી જેટલા જ ગુનેગાર છે. નિખીલ દોંગા સામે નોંધાયેલ અનેક કેસોમા જુદા જુદા આરોપીઓ ચોકકસ પ્રકારના ગુના કરવા માટે ગેંગ બનાવીને કામ કરતા હતા જે તમામ સાગરીતોની સખ્યા ૧૦ ની થતી હતી. તપાસ દરમ્યાન નિખીલ દોંગા વતી પૈસા ઉઘરાવવા તેમજ મિલકતોના દસ્તાવેજો કરાવવા તેમજ અન્ય વ્યકિતઓના નામે બેનામી વ્યવહારો કરવા જેવી પ્રવૃતિઓમાં  અજય રાયધન કુંભારવાડીયા સડોવાયેલ હોવાનુ જણાયેલ હોવાથી આવા કેટલા વ્યવહારો આ ગુનેગારે કરેલ છે તે અગે ઊંડાણ પુર્વકની તપાસ માટે તેની પોલીસ રીમાન્ડ મગાયેલ હતી.

શ્રી સરકાર તરફે રજુઆત કરવામા આવેલ હતી કે, નિખીલ દોંગાની સમગ્ર ગેંગના તમામ સભ્યોને અલગ અલગ સમયે પોલીસ રીમાન્ડ ઉપર સોપવામા આવેલ હતા જે દરમ્યાન ઘણા ગુનાઓ અને ઘણા વ્યવહારો ગેરકાનુની રીતે નિખીલ દોગા અને તેની ગંેગે આચરેલ હોવાના પુરાવા મળી આવેલા હતા પરતુ આ તમામ ગુનાઓ આચર્યા બાદ જે ગુનાઓ ગુનાહીત પ્રવૃતિથી નાણાકીય લાભ મેળવવામા આવેલ હતો તે તમામ નાણા કયા સ્વરૂપે અને કેવી કેવી રીતે રોકવામાં અને સાચવવામા આવે છે તે અંગેની ઘણી બધી વિગતો આ આરોપી અજય રાયધન કુંભારવાડીયા પાસેથી મળી શકે તેમ છે. આ સજોગોમાં તપાસનિશ અમલદારને ઊંડાણ પુર્વકની તપાસ માટે યોગ્ય સમય સુધી આ આરોપીની પોલીસ રીમાન્ડ આપવામા ન આવે તો ઘણા બધા ગુનાઓ દેખીતી રીતે આચરવામા આવેલ હોવાનુ જણાય આવવા છતા તે અગેના સચોટ પુરાવા કોર્ટ સમક્ષ રજુ કરી શકાશે નહીં. આ તમામ કારણોસર આરોપી અજય રાયધન કુંભારવાડીયાના ૨૮-દિવસના રીમાન્ડની માંગણી કરવામા આવેલ હતી જે અંગે ખાસ અદાલતે સુનવણી બાદ ૨પ-દિવસની પોલીસ રીમાન્ડ મંજુર કરી આરોપીનો હવાલો તપાસનિશ અમલદારને સોંપેલ.

આ કેસમા શ્રી સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ શ્રી સંજયભાઈ કે. વોરા રોકાયેલ હતા.

(2:54 pm IST)