રાજકોટ
News of Saturday, 6th March 2021

જસરાજનગરમાં દારૂની પાંચ બોટલ સાથે વિશાલ પકડાયો

રાજકોટ,તા. ૬: શહેરના મવડી મેઇન રોડ પર જસરાજનગર પાસે ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે દરોડો પાડી દારૂની પાંચ બોટલ સાથે એક શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેરનના મવડી રોડ જસરાજનગર પાસેથી એક શખ્સ દારૂના જથ્થા સાથે ઉભો હોવાની ક્રાઇમ બ્રાંચના એ.એસ.આઇ. જયેશભાઇ નિમાવત તથા હેડ કોન્સ. મહેન્દ્રસિંહ જાડેજાને બાતમી મળતા પી.આઇ. વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ વી.જે.જાડેજા, એ.એસ.આઇ જયેશભાઇ નીમાવત, રાજદીપસિંહ ગોહીલ, ચેતનસિંહ, હેડ કોન્સ. હિતેન્દ્રસિંહ, મહેન્દ્રસિંહ, ભરતસિંહ સહિતે મવડી રોડ જસરાજનગર પાસેથી વિશાલ જીતેન્દ્રભાઇ બાબરીયા (ઉવ.૨૦) (રહે. પાપળી ગામ તા. લોધીકા)ને  દારૂની પાંચ બોટલ સાથે પકડી લીધો હતો.

(2:53 pm IST)