રાજકોટ
News of Saturday, 6th March 2021

રૈયાધારમાં રાધેને તું અહિ શું કામ આંટા મારે છે? કહી કડાથી ફટકાર્યો

મછુ, રઘો અને બકાએ માર માર્યાની ફરિયાદ

રાજકોટ તા. ૬: રૈયાધાર મછુનગર આવાસ યોજના કવાર્ટરમાં રહેતાં રાધે પંકજભાઇ પરમાર (ઉ.૧૯)ને તે ઘરની સામેની સાઇડમાં આટાફેરા કરતો હતો ત્યારે હાથમાં પહેરેલા કડાથી ત્રણ શખ્સોએ માર મારતાં માથામાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

રાધેએ પોતાને મછુ ભરવાડ, રઘો ભરવાડ અને બકા ભરવાડે અહિ શું કામ આટાફેરા કરે છે? તેમ કહી માર માર્યાનું પોલીસને જણાવતાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

કેસરી પુલ નીચે અરવિંદભાઇ  મકવાણાની ધોલધપાટ

કેસરી પુલ નીચે મહાત્મા ગાંધી પ્લોટમાં રહેતાં અરવિંદભાઇ ભીખાભાઇ મકવાણા (ઉ.વ.૫૩)ને સાંજે ઘર નજીક બાબુભાઇ અને સાગરે લાકડીથી માર મારતાં સારવાર માટે દાખલ થતાં બી-ડિવીજ

ભારતનગરમાં સીમાબેન દાઝી

આજીડેમ ચોકડી પાસે ભારતનગરમાં રહેતી સીમા રવિ રાજભર (ઉ.૩૦) રસોઇ બનાવતી વખતે દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. તેણીના લગ્ન આઠ વર્ષ પહેલા થયા છે.

(1:22 pm IST)