રાજકોટ
News of Tuesday, 6th March 2018

સામા કાંઠે હનુમાનજીના મંદિરના પ્રાંગણમાં પેવીંગ બ્લોકઃ ખાતમુહુર્ત

રાજકોટઃ શહેર વોર્ડ નં. ૬ માં આવેલું  માનીતા હનુમાન મંદિરના વિશાળ પટાંગણમાં પેવીંગ બ્લોક નાખવાનું કામ શરૂ કરાયું છે. આ પ્રસંગે વોર્ડ નં. ૬ ના કોર્પોરેટર દલસુખભાઇ જાગાણી-મુકેશભાઇ રાદડીયા સહીત ભાજપ આગેવાન વોર્ડ નં. ૬ પ્રમુખ ઘનશ્યામભાઇ કુંગશીયા, જગાભાઇ રબારી, પુર્વ ડે. મેયર ભરતભાઇ મકવાણા, શહેર ભાજપ મહીલા મોરચા પ્રમુખ નૈયનાબેન પેઢરીયા, આગેવાન મનસુખભાઇ જાદવ, ગેલાભાઇ રબારી, બાબુભાઇ વેકરીયા, દિગુભા ગોહીલ, પીન્ટુભાઇ રાઠોડ, માલદેસિંહ ચુડાસમા સહીત તમામ વોર્ડ નં. ૬ ભાજપ આગેવાન ઉપસ્થિત રહેલ હતા. કુલ ર,પ૦,૦૦૦ બે લાખ પચાસ હજારના ખર્ચે આ પેવીંગ બ્લોક નાખવાનું કામ શરૂ થયેલ છે.

(4:22 pm IST)