રાજકોટ
News of Tuesday, 6th March 2018

વોર્ડ નં.૬ના યુવા ભાજપના હોદેદારોનું પ્રેરક કાર્ય

વોર્ડ નં.૬માં યુવા ભાજપના હોદેદારોએ પોતાના લગ્ન પૂર્વે શાળાના બાળકોને શૈક્ષણિક કીટ આપી પ્રેરણાદાયી કાર્ય કર્યુ હતુ. શહેર ભાજપ મહામંત્રી અને પુરૂષાર્થ યુવક મંડળના પ્રમુખ કિશોર રાઠોડની યાદીમાં જણાવ્યા મુજબ પુરૂષાર્થ યુવક મંડળ દ્વારા સામા કાઠા વિસ્તારમાં સામાજીક પ્રવૃતિઓની સાથોસાથ ખાસ કરી યુવાનો વ્યસનમુકત બને તે માટે ખાસ પ્રયાસ હાથ ધરાયો છે ત્યારે યુવાનોના લગ્ન સમયે પણ વ્યસનમુકિતના સંકલ્પો લેવડાવવામાં આવે છે ત્યારે વધુ એક પ્રશંસનિય અને ઉમદા કાર્ય હાથ ધરાયુ છે જેમાં સામા કાઠા વિસ્તારના વોર્ડ નં.૬ના યુવા ભાજપ પ્રમુખ મીલન લીબાસીયા મંત્રી કેયુર કેરાળીયાના માંગલિક લગ્ન પૂર્વે આ બંન્ને યુવાનો દ્વારા પોતાના વિસ્તારમાં આવેલ આરએમસી પૂ.રણછોડદાસજી મહારાજ પ્રાથમિક શાળા નં.૧૫ના આશરે ૩૦૦ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ તેમજ ટ્રાવેલીંગ બેગ સાથે બાળકોને ભાવતા ભોજનીયા કરાવવામાં આવેલ હતા. આ ઉમદા કાર્યને વધાવી શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે અભિનંદન પાઠવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રીમતી ભાવનાબેન તથા અરવીંદભાઇ લીબાસીયાના પુત્ર મીલનના શુભલગ્ન અંકિતા સાથે તેમજ હંસાબેન તથા કિશોરભાઇ કેરાળીયાના સુુપુત્ર કેયુરના અક્ષયા સાથે નિરધારેલ.

(4:21 pm IST)