રાજકોટ
News of Monday, 6th February 2023

મનપા ખાતે સ્‍થાનીકોએ રોષ ઠાલવ્‍યો

વોર્ડ નં. ૧૧ ના ભીમનગરને જોડતા બ્રીજ સુધીમાં રોડ-દીવાલનું કામ તુરંત પૂર્ણ કરો : લતાવાસીઓની રજુઆત

રાજકોટ, તા. ૬ :  શહેરની ભાગોળે આવેલ ભીમનગરને જોડતા બ્રીજ સુધી નદીના કાંઠે રોડ તથા રીટનીંગ વોલનું કામ અટકતા સ્‍થાનીકોએ મનપામાં રજુઆત કરી હતી.

રજુઆતમાં જણાવ્‍?યા મુજબ વોર્ડ નંબર ૧૧ મોટા મોવા કાલાવડ રોડ ના બ્રિજ થી મોટા મોવા ભીમ નગર નેં જોડતા બ્રિજ સુધી નદીના કાંઠે કાંઠે RCC રોડ તથા રીટનિંગ વોલ મંજુર થયેલ છે ,

તેનું વર્ચ્‍યુઅલી ખાતમુહુર્ત  નરેન્‍દ્રભાઇએ જ્‍યારે વિધાનસભાનીં ચુંટણી પહેલા રાજકોટ આવ્‍યા હતા ત્‍યારે તેમનાં હસ્‍તે કરવામાં આવ્‍યુ હતુ, હાલ રટેઈનીંગ વોલ નાં ખોદાણ થઇ ગયા પછી અટકી ગયેલ છે

મંજુર થયેલા બન્ને બ્રિજ ને જોડતો રિટેઈનીંગ વોલ સાથેનો RCC  રોડ પણ મંજુર થયેલો અનેં જેનું વર્ક ટેન્‍ડર પણ મંજુર થયેલ છે તે RCC રોડનું કામ અટકતા સ્‍થાનિક લોકો માં રોષ ની લાગણી છે,જે ગમે ત્‍યારે જન આક્રોશ માં  પરિણામશે.

સ્‍થાનિક રહેવાસીઓએ એક  જન રેલી નાં સ્‍વરૂપે ગાંધી ચિંધ્‍યા માર્ગે જન આંદોલન કરવાનીં ચીમકી ઉચ્‍ચારી જણાવેલ કે આ RCC રોડ સ્‍થાનીક રહેવાસીઓ માટે જીવાદોરી સમાન ઉપયોગી છે, હાલ માં અહિંના રહેવાસીઓ નેં કાલાવાડ નેં જોડતો એક પણ રોડ નથી.

અને જે મંજુર થયેલ તે નાં અટકે એટલા માટે આંદોલન કરવુ પડે તે લોકો નીં મજબુરી છે, તો સતાધીશો યોગ્‍ય કાર્યવાહી કરે તેવી સ્‍થાનિક રહેવાસીઓએ માંગણી  કરી હતી.

(4:43 pm IST)