સ્વ.વીણાબેન ગણાત્રાની ચિરવિદાય અસહ્યઃ અકિલા પરિવારના આંસૂ લુછતા વિજયભાઇ રૂપાણી

રાજકોટઃ ‘અકિલા'ના તંત્રી શ્રી અજીતભાઇ ગણાત્રાના ધર્મપત્ની વિણાબેન ગણાત્રાનું દુઃખદ નિધન થયું છે. અકિલા પરિવાર કિરીટભાઇ, અજીતભાઇ,રાજુભાઇ અને નિમિષભાઇ તેમજ સમગ્ર પરિવાર સાથે દાયકાઓથી અતુટ સંબંધ ધરાવતા પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી ગણાત્રા પરિવાર અને અકિલા પરિવાર ઉપર આવી પડેલ દુઃખમાં સહભાગી થયા હતા. તેઓએ ઉંડા શોકની લાગણી સાથે જણાવેલ કે સ્વજનની કાયમી વિદાય આપણાને કરૂણ અને マદયદ્રાવક બનાવે છે. પરંતુ પરમ કૃપાળુ પરમાત્મા પાસે પામર માનવીનું કંઇ ચાલતુ નથી. ઇશ્વર ઇચ્છા બળવાન છે. તસ્વીરમાં અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા અને અકિલાના તંત્રીશ્રી અજીતભાઇ ગણાત્રા સાથે પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી નજરે પડે છે. આ સાથે અકિલા પરિવારના સર્વશ્રી લલીતભાઇ સવજાણી, દિપકભાઇ નાગ્રેચા, હિમતભાઇ દવાવાલા (મુંબઇ), સુનીલભાઇ રાયચુરા (નાસીક), સવદાસભાઇ (અડવાણા), હમીરભાઇ (પોરબંદર) નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા, અકિલા)