રાજકોટ
News of Saturday, 6th February 2021

આ ચૂંટણીમાં કોંગ્રેસ ચિત્રમાં જ નથીઃ ભાજપના ઉમેદવારો-આગેવાનોને બેઠકમાં માર્ગદર્શન

રાજકોટઃ આગામી તા.૨૧ ફેબ્રુઆરીના રોજ રાજકોટ મહાનગરપાલીકાની ચૂંટણી યોજાઇ રહી છે ત્યારે કોર્પોરેશનમાં ભાજપનો ભગવો લહેરાય અને કોંગ્રેસ મુકત રાજકોટ બને તે માટે શહેર ભાજપના ચૂંટણી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે ત્યારે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં અને પ્રદેશ ભાજપ અગ્રણી નિતિન ભારદ્વાજ,ધનસુખ ભંડેરી, બિનાબેન આચાર્ય, અંજલીબેન રૂપાણી, ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, જીતુભાઇ કોઠારી, કિશોરભાઇ રાઠોડ, ઉદય કાનગડ, રાજુભાઇ બોરીચા, કશ્યપ શુકલ, ડો. જૈમન ઉપાધ્યાય સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં શહેરના રાણીંગાવાડી ખાતે બેઠક યોજાઇ હતી જેનુ સંચાલન મહામંત્રી જીતુભાઇ કોઠારીએ કર્યું હતુ. આભાર વિધિ કિશોરભાઇ રાઠોડે કરી હતી. આ બેઠકમાં ધનસુખભાઇ ભંડેરી, નિતિનભાઇ ભારદ્વાજ, કમલેશભાઇ મીરાણી સહિતના આગેવાનોએ કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી માહિતી આપતા જણાવ્યુ હતુ કે આ ચૂંટણીમાં કોંગ્રેસ કયાંય ચિત્રમાં નથી પરંતુ ભાજપના ઉમેદવારે કેન્દ્ર રાજય અને કોર્પોરેશન દ્વારા થયેલા વિકાસ કાર્યોની ઘર-ઘર સુધી વાત પહોંચાડી વિકાસના નામે મત મેળવશે ત્યારે આજથી વોર્ડમાં પ્રસાર-પ્રચાર લોકસંપર્ક, જુથ બેઠકો સહિતની ચુંટણીલક્ષી વ્યવસ્થાનો પ્રારંભ કરવામાં આવેલ તેમ યાદીના અંતમાં જણાવાયું છે.

(3:59 pm IST)