રાજકોટ
News of Wednesday, 6th February 2019

વેરા શાખા લાલઘુમઃ સામાકાંઠે, ગોંડલ રોડ, ગુરૂપ્રસાદ, હરિહર ચોકમાં ૫૪ મિલ્કત જપ્તી નોટીસ

સેન્ટ્રલ ઝોન દ્વારા ૧૪ મિલ્કત સીલઃ આજે ત્રણેય ઝોનમાં ૪૧ લાખની આવકઃ કડક કાર્યવાહી

રાજકોટ, તા. ૫ :. મ્યુ. કોર્પોરેશનની વેરા શાખા દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯નો બાકી વેરો વસુલવા વિવિધ વિસ્તારમાં મિલ્કત સીલ, જપ્તિની નોટીસ સહિતની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે આ કાર્યવાહી દરમ્યાન હરીહર ચોક, શ્રીનાથજી કોમપ્લેક્ષ, શીવાલીક, ગોકુલધામ મેઇન રોડ, ખોડિયાર પરા, ગુરુપ્રસાદ ચોક, ગાયત્રીનગર સહિતના વિવિધ વિસ્તારમાં  ૫૪થી વધુ બાકી મિલ્કતોનો વેરો વસુલવા મિલ્કત ટાંચ-જપ્તિની નોટીસ ફટકારવામાં આવી છે તેમજ ૧૪ મિલ્કત સીલ કરવામાં આવી છે. આજે ત્રણેય ઝોનમાં આજે ૪૧ લાખની આવક થવા પામી હતી.

આ અંગે કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ ત્રણેય ઝોનની વેરા શાખા દ્વારા કરવામાં આવેલ કામગીરીની વિગતો નીચે મુજબ છે.

વેસ્ટ ઝોન

વેસ્ટ ઝોનની વેરા શાખા દ્વારા ૧૫૦ ફીટ રીંગ રોડ, પાટીદાર ચોક, નિર્મલા રોડ હનુમાન મઢી, વશરામ એસ. નંદાની પૂનમ સોસા., અંબિકા ટાઉનશીપ પાસેના કસ્તુરી આવર્ય ટાવર, ઓમનગર-૪ સહિતના વિવિધ વિસ્તારમાં બાકી વેરો વસુલવા કાર્યવાહી કરતા રૂ. ૯૪ લાખન આવક થવા પામી છે.

આ કામગીરી સહાયક કમિશનરશ્રી (વેસ્ટ ઝોન) ના માર્ગદર્શન હેઠળ, લગત વોર્ડ નાં આસી. મેનેજરશ્રીઓની સુચનાનુસાર ટેકસ ઇન્સપેકટર ગિરિશભાઇ બુધ્ધદેવ, હિતેષ મહેતા, નિલરત્ન પંડ્યા, જે.બી.પાતળિયા તેમજ રિકવરી કલાર્ક દેવાભાઇ રાઠોડ, રાજેશ નૈયા અને વિપુલ કમેજળિયા દ્વારા કરવામાં આવી.

ઇસ્ટ ઝોન

પૂર્વ ઝોનની વેરા શાખા દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯ની રીકવરી ઝુંબેશ અંતર્ગત લાતી ચોક, આર.ટી.ઓ. પાસે, માર્કેટીંગ યાર્ડ પાસે અને રણછોડવાડી (નવા ગામ), માંડાડુંગર, પરશુરામ ઈન્ડસ્ટ્રી વિસ્તાર, શિવમ ઈન્ડસ્ટ્રી, ન્યુ ભારત ઈન્ડસ્ટ્રી વિસ્તાર, દેવપરા, જંગલેશ્વર મેઈન રોડ વિસ્તાર, આરતી ઈન્ડસ્ટ્રી, પરસાણા, ઘનશ્યામનગર વિસ્તારમાં કાર્યવાહી કરતા રૂ. ૧૩,૫૦,૦૦૦ની આવક થવા પામી છે. તેમજ ૩૩ મિલ્કતોને નોટીસ આપેલ છે.

આ કામગીરી આસિ. કમિશ્નર (પૂર્વ ઝોન), આસિ. મેનેજરશ્રી (પૂર્વ ઝોન) એમ.ડી. ખીમસુરીયાની સૂચના અને સીધા માર્ગદર્શન હેઠળ વોર્ડ ઓફિસરશ્રીની હાજરીમાં વોર્ડ ઈન્સ્પેકટર, અરવિંદ મકવાણા, જે.કે. જોશી, કે.જે. પંડયા, બી.આઈ. ભટ્ટ અને એચ.કે. કાપડીયા વિ. દ્વારા આસિ. કમિશ્નરશ્રીના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી.

આ કામગીરી આસિ. કમિશનર (પૂર્વ ઝોન), આસી મેનેજર (પૂર્વ ઝોન) એમ.ડી.ખીમસુરીયાની સુચના અને સીધા માર્ગદર્શન હેઠળ વોર્ડ ઓફીસરની હાજરીમાં વોર્ડ ઇન્સ્પેકટર, અરવિંદ મકવાણા ,જે કે જોશી, કે.જે. પંડ્યા અને એચ. કે. કાપડીયા વિ. દ્વારા કરવામાં આવેલ છે.

સેન્ટ્રલ ઝોન

સેન્ટ્રલ ઝોનની વેરા શાખા દ્વારા આજે શ્રીનાથજી કોમ્પ્લેક્ષ, હરીહર ચોક, લીમડા ચોક, ગોંડલ રોડ, શીવાલીક-૭, સાગર આર્કેડ, ગોકુલધામ, સ્વામીનારાયણ ચોક, ખોડીયારપરા વિસ્તાર, ગુરૂપ્રસાદ ચોક, યોગેશ્વર ઈન્ડસ્ટ્રીઝ સહિતના વિસ્તારમાં બાકી વેરો વસુલવા કાર્યવાહી કરતા કુલ ૧૪ મિલ્કત સીલ કરેલ છે. તેમજ ૨૧ મિલ્કતોને નોટીસ આપેલ છે. આજે ૧૮.૬૮ની આવક થવા પામી છે.

આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, વોર્ડ ઓફીસર આરતીબેન નિમ્બાર્ક, કેતન સંચાણિયા તથા ટેકસ ઇન્સપેકટર કમલેશભાઇ ઠાકર, મુકેશભાઇ ખંધેડીયા, નિતિનભાઇ ખંભોળિયા, જયોતિભાઇ ખંભોળિયા તથા વોર્ડ કલાર્ક દ્વારા આસી. કમિશ્નરશ્રી કગથરાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી.(૨-૧૯)

(3:40 pm IST)