રાજકોટ
News of Tuesday, 6th February 2018

કર બોજો હળવો થશે કે ફગાવાશે?

મનપાના બજેટને બેે દિ'માં હરી ઝંડીઃ પાણી વેરા પર સૌની મીટ

વેરા વધારામાં સ્ટેન્ડીંગ ગોથે ચડીઃ નવી યોજના ઉમેરી ૫ થી ૬ કરોડનું કદ વધારવા મથામણઃ ૨૦મીએ જનરલ બોર્ડ

રાજકોટ તા.૬: મ્યુ. કોર્પોરેશનનું વર્ષ ૨૦૧૮-૧૯નું ૧૭ અબજનું નવું બજેટ મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીએ સ્ટેન્ડીંગ કમિટિને સુપ્રત કર્યા બાદ છેલ્લા પાચ દિવસથી સ્ટેન્ડીંગ કમિટિના સભ્યો આ બજેટની દરખાસ્તોનો અભ્યાસ કરી અને તેમાં સુધારક - વધારા સુચવી રહ્યા છે. આથી કોર્પોરેશનનું આ બજેટ સંભવત આવતા તા.૮ અથવા તા.૯નાં સ્ટેન્ડીંગ કમિટિ મંજુર કરે તેવી શકયતાઓ છે. કોર્પોરેશનની રાજકીય પાંખમાં ચર્ચાતી વિગતો મુજબ બજેટ દરખાસ્તોની ચર્ચા હજુ ચાલુ છે ત્યારે શાસકપક્ષ કમિશ્નરે સુચવેલ બમણો  પાણી વેરો અને ૧.૫૦ ટકા વાહન વેરામાં વધારાની  દરખાસ્તમાં સુધરો કરી અને વેરામાં રાહત આપવાના મૂડમાં હોવાનું તેમજ નવી લોકભોગ્ય યોજનાઓ ઉમેરવાનું વિચારી રહ્યા છે. ઉપરાંત નવા સુધારા વધારાને કારણે બજેટનું કદ ૫ થી ૬ કરોડ જેટલું વધારવાની શકયતા પણ વિચારાઇ રહ્યાનું જાણવા મળ્યું છે.

૨૦મીએ જનરલ બોર્ડ

 મ્યુ. કોર્પોરેશનનુંવર્ષ ૨૦૧૮-૧૯નું બજેટ બે દિવસ બાદ સ્ટેન્ડિગ કમિટિ મંજૂર કરી જનરલ બોર્ડની મંજુરી માટે મોકલી આપશે. તા. ૨૦ને શનિવારે સવારે ૧૧ વાગ્યે જનરલ બોર્ડ મળશે. જેમાં માત્રને માત્ર બજેટની કરવેરા દરખાસ્તોને બહાલી આપવાનો એજન્ડા પ્રસિધ્ધ કરવામાં આવશે.  કોર્પોરેશનનું ૨૦૧૭-૧૮નું રિવાઇઝડ બજેટ તથા ૨૦૧૮-૧૯નું  નવુ બજેટ મંજુર કરવા, ૧૦ થી ૧૫ ટકા વળતરની યોજના અમલી બનાવવા, કાર્પેટ આધારીત વેરાનાં દર નિશ્યિત કરવા, ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેકશન ચાર્જ નિયત કરવા, પાણી દર નક્કી કરવા, શિક્ષણ સમિતિનું બજેટ મંજૂર કરવા સહિતની  દરખાસ્તો અગંે ચર્ચા થશે.  નોંધનીય છે કે, કાર્પેટ વેરામાં રહેણાંક મિલ્કતો માટે રૂ. ૧૧ અને કોમર્શિયલ મિલ્કતો માટે રૂ. ૨૨ નો દર નક્કી થાય તેવી શકયતા છે. આમ, આગામી તા. ૨૦મી મળનાર જનરલ બોર્ડમાં માત્રને માત્ર જ દરખાસ્તો મંજૂર થશે અને બજેટ માટે જ ચર્ચા થશે, અન્ય પ્રશ્નોત્તરી રાખવામાં નહી આવે.

(4:04 pm IST)