રાજકોટ
News of Tuesday, 6th February 2018

દિકરીને પડોશી કુંભાર શખ્સે ભગાડી લગ્ન કરી લેતાં પારડીના કુસુમબેન પટેલે ગળાફાંસો ખાધો

જીવ બચી ગયોઃ કડી કલોલના મહિલા પતિ હયાત ન હોઇ માવતર સાથે રહે છે

રાજકોટ તા. ૬: લોધીકાના પારડી ગામે માવતર સાથે રહતાં કુસુમબેન જયમલભાઇ ઘેટીયા (ઉ.૪૫) નામના પટેલ મહિલાએ ગળાફાંસો ખાઇ લેતાં પરિવારજનો જોઇ જતાં જીવ બચાવી લઇ સારવાર માટે      રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

કુસુમબેને રડતાં-રડતાં કહ્યું હતું કે મારા પતિ વિનોદભાઇ હયાત નથી. હું કડી કલોલ ખાતે સાસરૂ ધરાવતી હતી. સંતાનમાં એક દિકરી અને એક દિકરો છે. વર્ષોથી હું પારડીમાં માવતર સાથે રહુ છું. ૨૦ વર્ષની દિકરી અને દિકરો છે. બંને નોકરી કરે છે અને તેનાથી ગુજરાન ચાલે છે. ગયા મંગળવારે જ દિકરીને પડોશમાં રહેતો કુંભાર શખ્સ સાગર ભગાડી જતાં આ બાબતે પોલીસને જાણ કરતાં તેણે કોર્ટ મેરેજ કરી લીધાનું સર્ટીફિકેટ પોલીસમાં રજૂ કરી દીધુ હતું. એકની એક દિકરીનું અમેરિકાથી પણ માંગુ આવ્યુ હતું પણ એ મને છોડીને વિદેશ જવા તૈયાર નહોતી. ત્યાં હવે તેને પડોશીએ ભગાડીને લગ્ન કરી લેતાં આઘાતને કારણે મેં આ પગલું ભર્યુ હતું. તેમ વધુમાં કુસુમબેને જણાવ્યું હતું.   હોસ્પિટલ ચોકીના સ્ટાફે લોધીકા પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)

 

(11:50 am IST)