News of Saturday, 5th December 2020
એકરંગ ઇન્સ્ટીટયુટ દ્વારા વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી
માનસિક વિકલાંગ બહેનોની સંસ્થા એકરંગ ઇન્સ્ટીટયુટ દ્વારા વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કોરોના સંક્રમણના કારણે સરકારી ગાઇડલાઇનને અનુસરીને સંકુલની બાળાઓ દ્વારા યોગા અને વિવિધ કસરત તેમજ રમત ગમત રજુ કરવામાં આવી હતી. ચિત્ર સ્પર્ધા પણ યોજવામાં આવેલ. સી.જી.એસ.ટી. ઓફીસર અને ઇન્સ્પેકટરની ટીમ સંસ્થાની મુલાકાતે આવેલ અને સંસ્થાની દિવ્યાંગ બહેનોને સર્ટીફીકેટ સાથે ગીફટ આપી સન્માનીત કરેલ. સંસ્થાના પ્રમુખ દિપીકાબેન પ્રજાપતિ અને કમલેશ પ્રજાપતિએ બાળાઓને મીઠુ મોઢું કરાવેલ. તેમજ સેવાકીય કાર્ય સંભાળતા હર્ષદ પ્રજાપતિ, સ્વાતિ પોપટ, હિરાબેન બારીયા, રાધા બારીયા, સંગીતા બારીયા, રેખા બારીયા, જયોતિ બારીયા, ચંચળબેન બારીયા, રાકેશ શ્રીમાળી વગેરે ઉપસ્થિત રહેલ.
(3:27 pm IST)