રાજકોટ
News of Saturday, 5th December 2020

વિદ્યાનગર રોડ પર સવારે ઝાડ તુટી પડતાં ૧II કલાકથી વધુ ટ્રાફિક જામની સ્થીતી

રાજકોટ : શહેરનાં વિદ્યાનગર રોડ ઉપર ડો. પ્રકાશ મોઢાની હોસ્પીટલ સામેનાં ભાગે આજે સવારે તોતીંગ વૃક્ષ તુટી પડતાં રસ્તો બ્લોક થઇ ગયેલ વિજળીનાં  વાયરો તુટી પડયા હતાં. જો કે વિજ તંત્ર અને મ.ન.પા.નાં તંત્રએ તાબડતોબ સ્થળ પર પહોંચી ૧ાા કલાક સુધી રસ્તો  બંધ કરી રસ્તા પરથી ઝાડ દુર કરાવી રસ્તો ખૂલ્લો કર્યો હતો તે વખતની તસ્વીર. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:22 pm IST)