રાજકોટ
News of Saturday, 5th December 2020

વોર્ડ નં. ૧ ની વોર્ડ ઓફિસે સર્વર ડાઉન થતાં હોકર્સ ઝોન ચાર્જ માટે ફેરિયાઓમાં દેકારો

રાજકોટ તા. પઃ ૧પ૦ ફુટ રીંગ રોડ પર ગાંધીગ્રામ, સ્ટર્લિંગ હોસ્પીટલ, ઝેડ બ્લુ સામે, નાના મૌવા ચોક વગેરેના હોકર્સ ઝોનનાં ફેરિયાઓ રામાપીર ચોકડી ખાતેથી વોર્ડ ઓફીસે થડાનું ભાડું ભરવા જાય છે આજે ચાર્જ ભરવાનો છેલ્લો દિવસ છે. ત્યારે બે દિવસથી આ ઓફિસમાં કોમ્પ્યુટરનું સર્વર ડાઉન થતાં બે દિવસથી ચાર્જ લેવાતો નથી અને હવે કાલથી વધારાનો રૂ. ૧૦૦નો ચાર્જ લાગવા માંડશે ત્યારે તંત્રનાં વાંકે આ વધારાનાં ચાર્જ બાબતે આજે બપોરે વોર્ડ ઓફિસે હોકર્સ ઝોનનાં ફેરિયાઓમાં જબરો દેકારો બોલી ગયો હતોઃ મ્યુ. કમિશ્નરને ફરિયાદ કરી સમસ્યા ઉકેલવા માંગઃ અંદાજે પ૦૦ થી વધુ રેકડી ધારકો અહીં હોકર્સ ઝોનનું ભાડું ભરે છે.

(3:19 pm IST)