રાજકોટ
News of Saturday, 5th December 2020

ખીસકોલી માટે મકાઇની સેવા

જીવદયાપ્રેમીઓ દ્વારા ખીસકોલીઓને ભાવતા મકાઇના ડોડા ઝાડ ઉપર દાતાઓના સહયોગથી લગાડવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં જીવદયાપ્રેમીઓ દ્વારા ૧,૦૦૦ કીલો જેટલા ડોડા લગાડવામાં આવી ચૂકયા છે. આ મકાનનાં ડોડાના દાણા ખીસકોલીઓ ખાતા ખાતા નીચે પડતા મકોડા, કીડીઓ પણ ખાય છે. સાથો સાથ ઝાડ ઉપર પક્ષીઓ બેસતા કાગડો, પોપટ વગેરે પણ ખાય છે. આ કાર્યને સફળ બનાવવા માટે હેમા મોદી, રશ્મીભાઇ કોઠારી, હર્ષદભાઇ મહેતા (૯૮૨૪૫ ૬૩૫૩૭), હીના સંઘવી, ભાવીશા બાટવીયા, ગીતા પરમાર, દેવાંગી પરમાર, દક્ષા મહેતા, નીરજ પરમાર, મીતલ પરમાર, આરતી દોશી, જીજ્ઞા મોદી, બકુલા શાહ, વંદના મહેતા, શૈલેષભાઇ પરમાર, વંદના પંડ્યા, અંજનાસીમા કોરગાંવકર,  નેહાબેન, દીયા મોદી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(2:39 pm IST)