રાજકોટ
News of Saturday, 5th December 2020

શહેરમાં ૨૮ જગ્યાએ પે એન્ડ પાર્કિંગ : યાદી જાહેર કરતુ મ.ન.પા.

રાજકોટ તા. ૫ : શહેરના વિવિધ વિસ્તારોમાં ૨૮ જગ્યાઓએ આવેલ પે એન્ડ પાર્કિંગની યાદી મ્યુ. કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવી છે.

આ અંગે તંત્રની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ પોલીસ કમિશનરશ્રીની કચેરી ખાતે યોજાયેલ રોડ સેફટી કમિટીની મિટિંગમાં રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની તમામ પે એન્ડ પાર્કની જગ્યાની સૂચિ જાહેર કરવા અંગે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા કરવામાં આવેલા સૂચન અનુસંધાને શહેરમાં  જનસુવિધા અંતર્ગત વિવિધ જગ્યાઓ પર અમલી પે એન્ડ પાર્કની સૂચિ નીચે મુજબ છે.

કયાં સ્થળે પે એન્ડ પાર્કિંગ

સર્વેશ્વર ચોક, ત્રિકોણબાગ, અખા ભગત ચોક, ધન રજની બિલ્ડિંગથી જિલ્લા પંચાયત ચોક બંને બાજુ, માધવ પાર્ક, કોઠારીયા ચોકડી, ઢેબર રોડ, ફલાયઓવર નીચે ડી માર્ટ તરફ ગોંડલ રોડ,  નાગરિક બેંક સામે ઢેબર રોડ, મોચી બજાર રાજકોટ થી પેટ્રોલ પંપ રોડ, આલ્ફ્રેડ હાઇસ્કુલથી ભાભા  હોટલ, તનિષ્ક ટાવરથી માલવયા ચોક, જુબેલી શાકમાર્કેટ રોડ, પારડી રોડ, કોમયુનિટી હોલ પાસે, જાગનાથ મંદિરપાસે,  કેકેવી ચોકથી ઇન્દિરા સર્કલ તરફ ફલાય ઓવર નીચે, કે.કે.વી ચોક થી બિગ બજાર તરફ ફલાયઓવર નીચે, બીઆરટીએસ રૂટ માધાપર ચોકડી, ગોંડલ ચોકડી, આત્મીય કોલેજ થી ક્રિસ્ટલ મોલ, ઇન્દિરા સર્કલ થી રૈયા ટેલીફોન તરફનો બાજુએ બ્રિજ નીચેનો ભાગ, ગોવર્ધન ચોક, મવડી ચોકડી થી ગોંડલ ચોકડી બ્રિજ નીચેનો ભાગ, રૈયા ચોકડી થી ઇન્દિરા સર્કલ તરફ બ્રિજ નીચેનો ભાગ, સ્ટર્લીંગ હોસ્પિટલની બાજુમાં, ઓપન પ્લોટ સત્ય સાઈ હોસ્પિટલ રોડ, ઓપન પ્લોટ હુડકો કવાર્ટર પાછળ તેમજ ઓપન પ્લોટ ટી.પી. ૧૧ એફ.પી. ૪૬, વોર્ડ નં ૧૮ માં પુરુસાર્થ સોસાયટી સહિતના વિવિધ વિસ્તારોમાં પે એન્ડ પાર્કની યાદી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવી છે.

(2:38 pm IST)