વિજયભાઇ રૂપાણી ઉમરપાડા- ડેડિયાપાડા- વડોદરા- રાજકોટની મુલાકાતે
પાઇપલાઇન યોજના, સૈનિક સ્કુલનું ખાતમુર્હુતઃ રાજકોટ મારવાડી યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહ-રાજકોટ નાગરીક સહકારી બેન્ક દ્વારા આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે
રાજકોટ તા. પ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી આજે ઉમરપાડા-ડેડિયાપાડા-વડોદરા રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે સવારે ૧૧ કલાકે ઉમરપાડા અને ડેડિયાપાડા સિંચાઇ તાપી-કરજણ લિંક ઉદવહન પાઇપ લાઇન યોજના તથા આદિજાતિ વિદ્યાર્થીઓ માટેના સૈનિક સ્કુલનો ખાતમુહુર્ત કરાશે.
જયારે બપોરે ૧ કલાકે રૂ.૩૪પ કરોડના પાદરા સુધારણા અને વડોદરા બલ્ક પાઇપલાઇનનું ખાતમુર્હુત રૂ.૭૧ કરોડના ખર્ચે તૈયાર થયેલ ડભોઇ જૂથ યોજના ભાગ-રનું લોકાર્પણ કરવામાં આવશે.
આજે સાંજે ૪-૩૦ રાજકોટ ખાતે મારવાડી યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ઉપસ્થિતિ રહેશે.
જયારેસાંજે ૬ કલાકે રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા ગુજરાત આત્મનિર્ભર સહાય યોજના અંતર્ગત રૂ.પ૦૦ કરોડની ગૌરવવંતી ઉપલબ્ધિ અંગે કાર્યક્રમ યોજાશે.