રાજકોટ
News of Tuesday, 5th November 2019

રાજકોટમાં સ્પા-મસાજ પાર્લરમાં મોટાપાયે તપાસ : જુદી -જુદી 42 ટીમોનું 47 જેટલા સ્પા-મસાજ પાર્લરોમાં ચેકીંગ

કુલ 126 જેટલા પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ ચેકિંગમા જોડાયા : કશું ગેરકાયદે વસ્તુ કે સાહિત્ય મળેલ નથી

રાજકોટ : રાજકોટ શહેરમાં ચાલતા સ્પા-મસાજ પાર્લરમાં મોટાપાયે તપાસ હાથ ધરાઈ હતી એકસાથે એક જ સમયે પોલીસની જુદી જુદી ટીમ દ્વારા શહેરના 47 જેટલા સ્પા મસાજ પાર્લરમાં ચેકીંગ હાથ ધરાયુ હતું જેમાં મહિલા પોલીસ સહીત પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ જોડાયા હતા જોકે કાઈ વાંધાજનક ગેરકાયદે વસ્તુ કે સાહિત્ય મળી આવેલ નથી

 પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ,તથા સંયુક્ત પોલીસ કમિશનર ખુર્શીદ હેમદની સૂચના તેમજ ડીસીપી ઝોન-1 સૈની અને ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એસીપી ક્રાઇમ જે,એચ સરવૈયાની સીધી દેખરેખમાં ડીસીબી,એસઓજી,પેરોલફરલો અને જુદી જુદી પોલીસ સ્ટેશનના સ્થાનિક પોલીસને સાથે રાખીને કુલ 42 ટિમો બનાવી જેમાં એક એએસઆઇ ,એચસી તથા એક પોલીસ કોન્સ,એક મહિલા પો,કોન્સ,ને રાખીને શહેરના જુદા જુદા વિસ્તારોમાં આશરે 47 જેટલા સ્પા મસાજ પાર્લરોમાં ચેકીંગ કરાયું હતું

  ચેકીંગ દરમિયાન કોઈ સ્પા મસાજ પાર્લરમાં વિદેશી યુવતીઓ ટુરિસ્ટ વિઝા ,બિઝનેસ વિઝા ઉપર ભારત ( રાજકોટ ) આવેલાનું જણાઈ આવેલ નથી સ્પા મસાજ પાર્લરોમાં રૂટિંગ મસાજ કરાવતા ગ્રાહકો મળી આવેલ હતા

 પાર્લરોમાં કામ કરતી યુવતીઓ મોટાભાગે નાગાલેન્ડ,વેસ્ટ બંગાળ,આસામ ,મણિપુર વિગેરે તેમજ ગુજરાતી યુવતીઓ મળી આવેલ હતી જોકે કઈ ગેરકાયદે કૃત્ય વસ્તુ કે સાહિત્ય મળી આવેલ નથી

(8:36 pm IST)