રાજકોટ
News of Tuesday, 5th November 2019

'આવો માનવતા મહેકાવીએ' : લોહાણા મૈત્રિ મહીલા મંડળ દ્વારા રવિવારે થેલેસેમિકોનું સ્નેહ મિલન

રાજકોટ તા ૫  : લોહાણા મૈત્રી મહિલા મંડળ દ્વારા આગામી તા.૧૦ ના રવિવારે 'આવો માનવતા મહેકાવીએ' શીર્ષક તળે એક અનોખો સમાજ સેવી કાર્યક્રમ યોજવામાં આવેલ છે.

આ અંગે ' અકિલા' ખાતે વિગતો વર્ણવતા મંડળના બહેનોએ જણાવેલ કે, આ મંડળ દ્વારા છેલ્લા ૧૬ વર્ષથી સમાજોપયોગી કાર્યક્રમો અપાય રહયા છે, તેના ભાગરૂપે તા.૧૦ ના રવિવારે તુલસી વિવાહનો અવસર અને સાથે થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓના લાભાર્થે એક સ્નેહમિલન યોજેલ છે.

રવિવારે સાંજે ૪ થી ૭ રવિપેલેસ હોટલ, ફુલછાબ ચોક ખાતે આ દિવ્ય કાર્યક્રમ હાથ ધરાશે. ભગવાન શ્રીકૃષ્ણ અને તુલસીજીના લગ્ન અવસરનું પ્રોસેશન અહીંથી પ્રારંભ થઇ ફુલછાબ ચોક, ગીરનાર ટોકીઝ, જીલ્લા પંચાયત ચોક થઇ નિયત મુકામે પરત ફરશે. ભગવાનના લગ્નની વિધીઓ ઉમંગે હાથ ધરાશે.

દરમિયાન જન્મજાત થેલેસેમિયા ધરાવતા દર્દીઓના લાભાર્થે અહીં એક સ્નેહ મિલન પણ યોજેલ છે. અહીં ઉપસ્થિત મહેમાનો દ્વારા જે કંઇ અર્પણ થશે તે આવક એકત્ર કરીને થેલેસેમિયાગ્રસ્ત બાળકોની સંસ્થાને સુપ્રત કરી દેવાશે.

કાર્યક્રમના અધ્યક્ષસ્થાને લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ, મહાજનના હોદેદારો, સભ્યો તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહેશે. અતિથી વિશેષ તરીકે શ્રીમતી કાશ્મીરાબેન નથવાણી તથા  સ્નેહાબેન પોબારૂ ઉપસ્થિત રહેશે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા લોહાણા મૈત્રી મહીલા મંડળના પ્રમુખ ઇન્દિરાબેન શીંગાળાના માર્ગદર્શન હેઠળ  મંત્રી અંજનાબેન હિન્ડોચા, ઇન્દિરાબેન જસાણી, કમલાબેન, કલાબેન, દિપ્તીબેન, કીર્તીબેન, ભાવનાબેન, કલ્પનાબેન, શિતલબેન, નમ્રતાબેન વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્વીરમાં ''અકિલા'' ખાતે વિગતો વર્ણવતા ઇન્દિરાબેન શીંગાળા, ઇન્દિરાબેન જસાણી, કિર્તીબેન ગોટેચા, અંજનાબેન હિન્ડોચા અને દિપ્તીબેન કક્કડ નજરે પડે છે. (તસ્વીર સંદીપ બગથરીયા)

(4:03 pm IST)