રાજકોટ
News of Tuesday, 5th November 2019

રેલનગરમાં યોગીતાબેન ગીણોયાના મકાનમાં એક લાખની ચોરી

પ્રનગર પોલીસે પટેલ મહીલાની ફરિયાદઃ એકની પુછપરછ

રાજકોટ તા ૫  :  શહેરના રેલનગરમાં શિવાલય ચોક પાસે રહેતી પટેલ મહીલાના મકાનને નિશાન બનાવી તસ્કરો રૂા ૧ લાખ રોકડા ચોરી જતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રેલનગર શિવાલય ચોક પાસે દેવદાનભાઇ મિયાત્રાના મકાનમાં ભાડે રહેતા યોગીતાબેન નિલેશભાઇ ગીણોયા (ઉ.વ.૩૭) રાત્રે પરિવાર સાથે ગાંધીગ્રામમાં રહેતી તેની બહેનપણીના ઘરે જમવા માટે ગયા હતા. ત્યારે કોઇ અજાણ્યા શખ્સોએ મકાનના ઉપરના માળે ગેલેરીમાંથી પ્રવેશ કરી રૂમમાં રહેલા લાકડાના કબાટનાં ખાનામાં રાખેલા બે પર્સમાંથી રૂા ૧ લાખ રોકડા ચોરી ગયા હતા. પટેલ મહિલા પરત આવ્યા ત્યારે ઉપરના રૂમનો દરવાજો અડધો ખુલ્લો હોઇ, અંદર સામાન વેરવીખેર અ ને રોકડ રકમ ગાયબ જોતા, ચોરી થઇ હોવાની ખબર પડી હતી. આ બનાવની તેણે તાકીદે પ્રનગર પોલીસ મથકમાં જાણ કરતા એ.એસ.આઇ. સુરેશભાઇ જોગરાણા તથા રાઇટર બાબુભાઇએ તાકીદે સ્થળ પર પહોંચી પટેલ મહીલાની ફરિયાદ દાખલ કરી એક શખ્સને શંકાના આધારે પકડી લઇ પુછપરછ હાથ ધરી છે.

(3:54 pm IST)