રાજકોટ
News of Tuesday, 5th November 2019

અમૃત પાર્ક રૈયા રોડ ખાતે ભાગવત કથામાં સાંજે રૂક્ષ્મણી વિવાહ : રાત્રે લોકડાયરો

રાજકોટ તા. ૫ : અમૃત પાર્ક સોસાયટી, રૈયા રોડ પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ સામે આવેલ અમૃત પાર્ક સોસાયટી સમસ્ત દ્વારા તા. ૧ થી ૭ સુધી શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું આયોજન થયુ છે.

'અકિલા' ખાતે વિગતો વર્ણવતા કથા આયોજકોએ જણાવેલ કે અમૃત પાર્ક, સાર્વજનીક પ્લોટ ખાતે આયોજીત આ કથાના વ્યાસાસને શાસ્ત્રી ક્રિષ્ના શર્મા બિરાજી સંગીતમય શૈલીમાં કથામૃતનું રસપાન દરરોજ સવારે ૯ થી ૧૨ અને સાંજે ૪ થી ૭ દરમિયાન કરાવી રહ્યા છે. કથામાં આવતા વિવિધ પ્રસંગોની ધર્મમય ઉજવણી કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત રામજન્મોત્સવ અને કૃષ્ણ નંદ ઉત્સવ ગઇકાલે ધામધુમથી ઉજવાયા હતા. આજે મંગળવારે સાંજે અન્નકુટ ઉત્સવ અને સાંજે રૂક્ષ્મણી વિવાહ ઉજવાશે. કાલે બુધવારે સાંજે ૬ વાગ્યે સુદામા ચરીત્ર અને પરીક્ષીત મોક્ષ કથા વર્ણન સાથે પુર્ણાહુતી કરાશે.

દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો થઇ રહ્યા છે. આજે મંગળવારે રાત્રે લોકડાયરો રાખેલ છે. જેમાં અશોકભાઇ ધધાણીયા, રેખાબેન અગ્રાવત, પ્રકાશભાઇ ધુધણીયા, કનકભાઇ ચૌહાણ, યશભાઇ ગોસ્વામી, મનોજભાઇ દુદકીયા વગેરે કલાકારો ભાગ લેશે.

ધર્મપ્રેમીજનોએ કથા શ્રવણ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો લાભ લેવા અમૃત પાકૃ એસો. દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે કથા આયોજનની વિગતો વર્ણવતા જીતેષભાઇ મકવાણા, મનીષભાઇ ધધડા, ડો. રાજેશ ત્રિવેદી, બકુલભાઇ સોલંકી, સુરેશભાઇ પરમાર નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:45 pm IST)