રાજકોટ
News of Tuesday, 5th November 2019

રેસકોર્ષ બગીચામાં અને વેલનાથ પરામાં જુગાર રમતા ૧૪ શખ્સો ઝડપાયા

પ્રનગર પોલીસે બગીચામાંથી સાત અને આજી ડેમ પોલીસે સાતને દબોચ્યા

રાજકોટ તા ૫  :  શહેરના રેસકોર્ષના બગીચામાંથી પ્રનગર પોલીસે જુગાર રમતા સાત અને આજીડેમ પોલીસે વેલનાથ મફતીયા પરામાંથી સાતને ઝડપી લીધા હતા.

મળતી વિગત મુજબ રેસકોર્ષ બગીચામાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીના આધારે પ્રનગર પોલીસ મથકના પી.આઇ. બી.એમ. કાતરીયાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. અરવિંદભાઇ તથા વિરદેવસિંહ જાડેજા સહિતે દરોડો પાડી રેસકોર્ષમાં શિવાજી મહારાજના સ્ટેચ્યુ પાસે જાહેરમાં જુગાર રમતા સદરબજાર ખાટકીવાસે ઇમરાન ગફારભાઇ ચોૈહાણ (ઉ.વ.૩૨), રૈયા રોડ સુભાષનગરના મહેબુબ કરીમભાઇ કચરા (ઉ.વ.૪૨), સદરબજારે મહંમદ તસ્લીમ ઉર્ફે તલ્લો યાસીનભાઇ મારફાણી (ઉ.વ.૩૦), બજરંગવાડીના અબ્દુલ કાદર મહંમદભાઇ સમા (ઉ.વ.૩૫), રૈયારોડ શીવપરાના જીતેન્દ્ર ઉર્ફે અજય પ્રભાતભાઇ ચાવડા (ઉ.વ.૨૬), ફુલછાબ ચોક પાસેના નજીર અલ્લારખાભાઇ ઠાસરીયા (ઉ.વ.૪૭) અને દુધસાગર રોડ પર રહેતાન મુસ્તાક કેદરમીયા કાદરી (ઉ.વ.૫૦) ને પકડી લઇ રૂા ૩૯૫૦ ની રોકડ સહિતની મતા કબજે કરી કાર્યવાહી કરી હતી.

 જયારે બીજા બનાવમાં આજીડેમ પોલીસ મથકના  ઇન્ચાર્જ પી.આઇ. એમ.જે. રાઠોડના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. એમ.ડી. પરમાર, વિરેન્દ્રસિંહ, કનકસિંહ તથા કુલદિપસિંહ સહિત પેટ્રોલીંગ હતા, ત્યારે બાતમીના આધારે વેલનાથ મફતીયા પરા શેરી નં.૮ માં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા વેલનાથ મફતીયા પરાના દિપક સવાભાઇ સરીયા (ઉ.વ.૩૨), પુરૂષાર્થ સોસાયટી શેરી નં.૬ ના પંકજ પરસોતમભાઇ શીંગાળા (ઉ.વ.૨૮), કુલદીપ મનસુખભાઇ ઢોલરીયા (ઉ.વ.૨૫), સંદીપ ધીરૂભાઇ ડોબરીયા (ઉ.વ.૩૧), જયદીપ બાબુભાઇ પરમાર (ઉ.વ.૩૨), રમેશ દેવરાજભાઇ બુસા (ઉ.વ.૩૫), શ્રી પાર્કના રીંકલ શામજીભાઇ ટીલાળા (ઉ.વ.૩૦) ને પકડી લઇ રૂા ૧૫૫૦૦ ની રોકડ સહીતની મતા કબજે કરી કાર્યવાહી કરી હતી.

(3:43 pm IST)