રાજકોટ
News of Tuesday, 5th November 2019

સગીરાના અપહરણના ગુનામાં છ વર્ષથી ફરાર નીતેષ ઉર્ફે ટીનો ઝડપાયો

રાજકોટ :  શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશનર ખુર્શીદ અહેમદ તથા એસીપી જે. એસ. સરવૈયાએ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સૂચના આપતા પેરોલ ફરલો સ્કવોડના પીએસઅઇ એમ. એસ. અંસારીના  માર્ગદર્શન હેઠળ એએસઆઇ જે. પી. મહેતા, હેડ કોન્સ. બાદલભાઇ દવે, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મયુરસિંહ રાણા, જયપાલસિંહ ઝાલા, મહંમદ અઝરૂદીનભાઇ બુખારી તથા ધીરેનભાઇ સહિત પેટ્રોલીંગમાં હતાં. ત્યારે હેડ કોન્સ. બકુલભાઇ વાઘેલા, મહંમદ અઝરૂદીનભાઇ બુખારી તથા જયપાલસિંહને મળેલી બાતમીના આધારે નિતેષ ઉર્ફે ટીનો કબુભાઇ ઉર્ફે રણજીતભાઇ મુલીયાણા (ઉ.ર૯) (રહે. નાના મવા સર્કલ પાસે હાઉસીંગ બોર્ડના કવાર્ટરમાં) ને હાઉસીંગ બોર્ડના કવાર્ટર પાસેથી પકડી લીધો હતો. નીતેષ ઉર્ફે ટીનો મુલીયાણ ૧પ વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે અપહરણ કર્યાના ગુન્હામાં છેલ્લા છ વર્ષથી ફરાર હતો.

(3:43 pm IST)