રાજકોટ
News of Tuesday, 5th November 2019

ટીમ ઇન્ડીયા હીંમત નથી હારીઃ રાજકોટથી વિજયકુચ કરશુઃ યજુવેન્દ્ર ચહલ

આગામી તા.૭મીએ યોજાનાર ભારત-બાંગ્લાદેશ વચ્ચે રમાનાર ટી-ર૦ ક્રિકેટ મેચ પૂર્વે  ભારતિય ટીમના સ્ટ્રાઇક સ્પીન બોલર યજુવેન્દ્ર ચહલે પત્રકાર પરિષદને સંબોધી હતી. તે વખતની તસ્વીર (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. પ : આગામી તા. ૭મીએ અહીના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનાર ટી-ર૦ ક્રિકેટ મેચ પૂર્વે ભારતીય ટીમના સ્ટ્રાઇક સ્પીન બોલર જયુવેન્દ્ર ચહલે પત્રકાર પરિષદમાં ભારતીય ટીમનો જુસ્સો અને જોમ જોરદાર હોવાનું જણાવ્યું હતંુ અને રાજકોટથી આ ક્રિકેટ મેચ સીરીઝમેચમાં વિજયકુચ કરવાનો આશાવાદ વ્યકત કર્યો હતો. આ અંગે યજુવેન્દ્રએ જણાવ્યું હતુ કે અગાઉ એવા ઘણા કિસ્સાઓ બન્યા છે કે જેમાં સીરીઝની પ્રથમ મેચ હાર્યા બાદ ટીમ -ઇન્ડીયાએ સીરીઝમાં કમ-બેક કરીને સીરીઝ જીતી છે.દિલ્હીમાં જે મેચ રમાયો તેમાં વિકેટ ઘણી મુશ્કેલ હતી છતા બાંગ્લાદેશની ટીમે સારૂ રમીને જીત મેળવી છે પરંતુ ભારતીય ટીમ પાસે પણ નવા યુવા બોલરો છે જેઓની પ્રતિભા રાજકોટના મેચમાં જોવા મળશે કેમ કે રાજકોટની વિકેટ સારી છે.યજુવેન્દ્રએ જણાવેલ કે ભારતીય ટીમ હાલમાંં સ્પીન બોલીગની સ્પીડ ઉપર કંટ્રોલ કરવાનું લક્ષ્ય રાખી રહી છે. અને તેમાં સફળતા મળ્યે ભારતીય ટીમની સ્પીન બોલીંગ મજબુત બનશે.

યજુવેન્દ્ર ચહલ એક પ્રશ્નના જવાબમાં જણાવેલ કે હાલની ટીમમાં સમી, ભુવનેશ્વર કે બુમરાહ જેવા ધુરંધર બોલરો નથી છતા આ ટીમના નવા પ્રતિભાશાળી યુવા બોલરો કૌવત દેખાડી હારને ભુલને રાજકોટનો મેચ જીતવા પુરેપુરી કોશીષ કરશે.

(3:42 pm IST)