રાજકોટ
News of Tuesday, 5th November 2019

લોકોનું સ્થળાંતર-ભોજન-નાસ્તા પાણી માટે કલેકટર તંત્ર સુસજ્જ

લાઇફબોટ-જેકેટ-હોડી-તરવૈયા-રાહત ટીમો તૈયાર રાખવા આદેશોઃ રોડ રસ્તા અંગે ખાસ તકેદારીની સૂચના : કલેકટરની અધ્યક્ષપદે 'મહા' વાવાઝોડા સામે લડી લેવા આગોતરા આયોજન માટે બેઠક યોજાઇઃ હેડકવાર્ટર ન છોડવા હૂકમો...

રાજકોટ ,તા. પઃ સૌરાષ્ટ્રના સાંગરકાંઠા તરફ આગળ વધતાં સંભવીત મહા વાવાઝોડા અન્વયે નુકશાનને નિવારવા,  સાવચેતીના પગલાંઓ અંગે આગોતરા આયેાજન માટે જિલ્લા કલેકટર શ્રી રૈમ્યા મોહનની અધ્યક્ષતામાં બેઠક રાજકોટ કલેકટર કચેરીના સભાખંડમાં આજરોજ બેઠક યોજાઇ હતી.

સૌરાષ્ટ્રના સાગરકાંઠા તરફ આગળ વધતાં સંભવીત મહા વાવઝોડાને કારણે લોકોના જાન – માલનાને નુકશાન ન થાય તથા કોઇપણ આકસ્મિક પરિસ્થિતને પહોંચી વળવા માટે સધન આગોતરા આયોજન અંગે જિલ્લા કલેકટરશ્રી રૈમ્યા મોહનની આગેવાની હેઠળ યોજાયેલી બેઠકમાં રાજકોટ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સાવચેતીના પગલાં અન્વયે વિવિધ વિભાગોને બચાવ અને રાહતની કામગીરી બાબતે ઉપલબ્ધ સાધનો અને કરવામાં આવનાર કામગીરીની સમિક્ષા કરાઇ હતી.

જેમાં સંભિવત આકસ્મિક સંજોગોમાં બચાવ અને રાહત માટે જિલ્લાના હેઠવાસમાં રહેતા તમામ લોકો અને પશુધનને સમલાત સ્થળે સ્થળાંતર માટે સેલ્ટર હોમ અને નિશ્યિત કરેલા આશ્રય સ્થાનોએ તાત્કાલીક ખસેડવા, તેઓને ભોજન તથા નાસ્તા સાથે પાણી ની વ્યવસ્થા કરવી, જરૂરી આરોગ્યલક્ષી સારવાર મળી રહે તે સુનિશ્યિત કરવું, બચાવ માટે જરૂરી સાધનો જેવા કે લાઇફબોટ, લાઇફ જેકેટ, હોડીઓ તથા તરવૈયાઓ અને ગ્રામ્ય અને શહેરી કક્ષાએ ખાસ બચાવ રાહતની ટીમો તૈનાત રાખવી, જરૂર જણાય ત્યાં તાત્કાલીક વધારાની રાહત સામગ્રી પહોંચતી કરવી, માનવ મૃત્યુ તથા પશુ મૃત્યુ ન બને તેની કાળજી લેવી અને રોગચાળો કે કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવી, શૈક્ષણિક સંસ્થાઓમાં સલામત આશ્રય સ્થાનો માટેની પુરતી સુવિધા તૈયાર રાખવી, આકસ્મિક સંજોગોમાં રોડ રસ્તા પરની અડચણો દુર કરી ગ્રામ્ય અને શહેરી કક્ષાએ રોડ પરિવહનની વ્યવસ્થા સતત ચાલુ રહે તેની તકેદારી રાખવી, ડેમ સાઇટ તથા નદી, નાળા અને તળાવોમાં પાણીનો ભરાવો ન થાય કે તેના કારણે જાન માલ ને નુકશાન ન થાય તે સુનિશ્યિત કરવું, ડેમ સાઇટ તથા અન્ય કંટ્રોલરૂમો સતત ચાલુ રાખવા અને પરિસ્થિતીની જાળવવી, વિજપુરવઠાને કારણે આકસ્મિક સંજોગોમાં ગમખ્વાર બનાવ ન બને તે માટે જરૂરી જણાય ત્યારે વિજપુરવઠો બંધ કરવો જેવી અનેક બાબતો અંગે વિવિધ વિભાગો સાથે ઝિણવટભરી તમામ બાબતોને લગતી સમિક્ષા કરાઇ હતી.

 આ તકે કલેકટરશ્રી રૈમ્યા મોહને ઉપરોકત તમામ બાબતોની સમિક્ષા કરી દરેક વિભાગોને કરવાની થતી કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન તથા ઉપયેાગી સુચનો કર્યા હતા. આ સાથે આવનારી સંભવીત વાવાઝોડાની પરિસ્થીતીને પહોંચી વળવા તમામ  વિભાગોને હેડકવાટર ન છોડવા તથા સતત જિલ્લા કંટ્રોલ રૂમ અને વહિવટી તંત્ર સાથે સંપર્ક રહેવા સુચના આપી હતી. આ તકે તેઓએ સામાજિક સ્વૈચ્છીક સંસ્થાઓના સહયોગ માટે અપીલ સાથે તેઓની યાદી તૈાયર કરી તેમના સંપર્ક રહેવા અને જરૂર જણાયે તેઓની સાથે સંકલન કરી બચાવ અને રાહતની કામગીરી સદ્યન બનાવવા વિવિધ વિભાગોના અધિકારી કર્મચારીઓને સુચીત કર્યા હતા. ઉપરાંત બચાવ અને રાહત માટે વિવિધ તાલુકા અને શહેર કક્ષાએ લાયઝન ઓફીસરોની નીમણુંક કરી સંભવીત મહા વાવાઝેાડા અન્વયે કરવાની કામગીરીની મોનટીરીંગની વ્યવસ્થા કરાઇ હતી.

આ તકે કલકેટર શ્રી રૈમ્યા મોહન દ્વારા અફવાઓથી દુર રહેવા અને સલામતી માટે વહિવટી તંત્રને સહયોગ કરવા લોકોને અપીલ કરતાં તંત્રના આયોજન અને પુરતી વ્યવસ્થા અંગે આશ્વસ્ત  કર્યા હતા.

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર શ્રી પંડયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવસીયા, પોલીસ અધિક્ષકશ્રી  બલરામ મીના, પ્રાંત અધિકારીઓ, મામલતદારો સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.

(3:41 pm IST)