રાજકોટ
News of Tuesday, 5th November 2019

એકસ્ટર્નલ કોર્ષ પુનઃ ચાલુ કરાવા ડો.નિદત બારોટની રજુઆત સફળ

રાજકોટ,તા.૫: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એકસ્ટર્નલ કોષ પુનઃ ચાલુ થતા કોંગ્રેસના અગ્રણી અને શિક્ષણ વિદ્યાશાખાના ડીન ડો. નિરદ બારોટની રજુઆત સફળ થઇ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષોથી મહામહિમ કુલાધિપતિની મંજુરથી સ્તાનક -અનુસ્તાનકના બાહ્ય અભ્યાસક્રમો ચાલતા હતા.યુનિવર્સિટીએ તમામ વૈધાનિક કામગીરી નિયમાનુસાર કામગીરી પુરી કરી હતી. મહામહિમ કુલાધિપતિ દ્વારા આ અભ્યાસક્રમોમાં માટે પદવીઓ મંજુર કરાઇ છે. આ કારણે આ અભ્યાસક્રમો વિસ્તારના જરૂરીયાતમંદ લોકો જે કોલેજ સુધી પહોંચવા સમર્થ નથી. તેવા વિદ્યાર્થીઆનો લાભ મળી રહ્યો છે. આ સઁજોગોમાં આ અભ્યાસક્રમ સ્થગિત કરવાનો નિર્ણય દુભાગ્ય પૂર્ણ હતો.

ડો. નિહદ બારોટે રજુઆત કરી હતી. કે આ બાહ્ય અભ્યાસક્રમ નિયમાનુસાર છે માટે તેમને ચાલુ રાખવા જોઇએ. મારા દ્વારા અનેક વિદ્યાર્થીઓની લાગણીનો સ્વીકાર કરી આ અભ્યાસક્રમ ચાલુ રાખ્યા છે.

(3:40 pm IST)