રાજકોટ
News of Tuesday, 5th November 2019

૮મીએ ત્રણ સ્થળોએ મહાપાલિકા અને સરકારી કચેરીનો સેવાસેતુ

વોર્ડ નં.૬, ૭, ૧૦નાં નાગરિકોના સેવાસેતુ કાર્યક્રમમાં તમામ સરકારી અને મહાપાલીકાઓના પ્રશ્નો ત્યાં વિવિધ યોજનાનાં લાભ, સરકારી સહાયનો એક દિવસમાંજ એક સ્થળેથી નિકાલ કરવાં આયોજનઃ સેવાસેતુનો લાભ લેવા સ્ટે.ચેરમેન તથા મ્યુ.કમિશ્નરનો અનુરોધ

રાજકોટ, તા.પઃ સ્ટે.કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ એક સંયુકત યાદીમાં જણાવે છે કે, રાજય સરકારના પારદર્શક, સંવેદનશીલ વહિવટીતંત્રને વેગવંતુ બનાવવાના હેતુથી સરકારની જુદી જુદી યોજનાઓ સંબંધે લાભાર્થીઓનુ દ્યર આંગણે સુવિધા મળી રહે તેવા શુભ હેતુથી રાજયના માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ પાંચમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજવાનો નિર્ણય કરેલ છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વ્રારા પણ મહાનગરપાલિકાને લગત જુદી જુદી સેવાઓ અંગેના નગરજનોના પ્રશ્નો તેમજ સરકારશ્રીની યોજનાઓ વિગેરેના નિકાલ માટે જુદી જુદી તારીખોએ શહેરના વોર્ડ વાઈઝ પાંચમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ તમામ વોર્ડમાં યોજવાનુ આયોજન કરેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વ્રારા પાંચમા તબક્કાના સેવાસેતુ તા.૮ને શુક્રવારના રોજ વેસ્ટ ઝોન વોર્ડ નં.૧૦મા કવિ શ્રી અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ, એસ.એન.કે. સ્કુલ પાસે, યુનિવર્સીટી રોડ, ખાતે યોજાશે. જેમાં સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયા, ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, શહેર ભાજપ પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, અનુસુચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, વોર્ડ નં.૧૦ કોર્પોરેટર જયોત્સનાબેન ટીલાળા, અશ્વિનભાઈ ભોરણીયા, મનસુખભાઈ કાલરીયા, અગ્રણી નાથાભાઈ કાલરીયા, નારણભાઈ આહીર, માધુભાઈ પટોળીયા, જયંતભાઈ પંડયા, કાશ્મીરાબેન નથવાણી, પૂર્વ કોર્પોરેટર પરેશભાઈ હુંબલ, રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ સંગીતાબેન છાયા, વોર્ડ પ્રભારી માધવભાઈ દવે, પ્રમુખ રજનીભાઈ ગોલ, મહામંત્રી હરેશભાઈ કાનાણી, પરેશભાઈ તન્ના તેમજ સ્થાનિક આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

ઈસ્ટ ઝોન વોર્ડ નં.૦૬, શાળા નં.૭૮, આર.એમ.સી. પમ્પીંગ સેશનની સામે, દૂધસાગર રોડ, ખાતે યોજાશે. જેમાં, ધારાસભ્ય શ્રી અરવીંદભાઈ રૈયાણી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, કોર્પોરેટર મુકેશભાઈ રાદડિયા, દેવુબેન જાદવ, સજુબેન કાળોતરા, મહિલા મોરચા પ્રમુખ નયનાબેન પેઢડીયા, કિશોરભાઈ રાઠોડ, અગ્રણીશ્રી રતનશીભાઈ માલી, વનરાજભાઈ ગરૈયા, કરશનભાઈ ગઢીયા, વોર્ડ પ્રભારી પરેશભાઈ પીપળીયા, પ્રમુખ ધનશ્યામભાઈ કુંગસીયા, મહામંત્રી જગાભાઈ રબારી, દુષ્યંતભાઈ સંપટ તેમજ સ્થાનિક આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

સેન્ટ્રલ ઝોન વોર્ડ નો. ૦૭, કિશોરસિંહજી સ્કુલ, શાળા નં.૦૧, કોઠારીયા નાકા, ખાતે યોજાશે. જેમાં, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, સ્ટે.કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, દંડક અજયભાઈ પરમાર, કોર્પોરેટર કશ્યપભાઈ શુકલ, મીનાબેન પારેખ, હિરલબેન મહેતા, મહામંત્રી જીતુભાઈ કોઠારી, અગ્રણીશ્રી ચમનભાઈ લોઢીયા, અરૂણભાઈ સોલંકી, વિનુભાઈ જીવરાજાની, ડો.ભીંડી, ડો.ગજેન્દ્ર મહેતા, વોર્ડ પ્રભારી સુરેન્દ્રસિંહ વાળા, પ્રમુખ જીતુભાઈ સેલારા, મહામંત્રી રમેશભાઈ પંડ્યા, કિરીટભાઈ ગોહેલ તેમજ સ્થાનિક આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

લોકોને જુદી જુદી યોજનાઓ માટે જુદા જુદા વિભાગોમાં ધક્કા ખાવા ન પડે તે હેતુથી સેવાસેતુમા પોતાના જ વિસ્તારમાં ઉકેલી શકાય તેવા પ્રશ્નોનો સ્થળ ઉપર જ તે દિવશે જ નિકાલ થશે એટલે કે, લોકોના દ્યર આંગણે જ તંત્ર ઉપસ્થિત રહી પ્રશ્નોનો નિકાલ કરશે.

(3:38 pm IST)