રાજકોટ
News of Tuesday, 5th November 2019

ગોંડલ રોડ ચોકડીએ લુહાર કારખાનેદાર ચેતનભાઇ પીઠવાને કારીગરોએ ઘુસ્તાવ્યા

કામ બાબતે ઠપકો આપતાં સાહિલ અને સાથેના બે શખ્સો ધોકાથી તૂટી પડ્યા

રાજકોટ તા. ૫: મવડી ૧૫૦ રીંગ રોડ પર પુનિતનગર પાછ અવસર એપાર્ટમેન્ટમાં રહેતાં અને ગોંડલ રોડ ચોકડી ક્રિષ્ના પાર્કના ખાુણા પાસે ગેસના બર્નરનું કારખાનુ ધરાવતાં લુહાર ચેતનભાઇ ચંદુભાઇ પીઠવા (ઉ.વ.૪૫)ને તેના કારખાનામાં જ કામ કરતાં ત્રણ કારીગરોએ ઢીકા-પાટુ અને ધોકાથી બેફામ માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા છે.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે તાલુકા પોલીસને જાણ કરી હતી. ચેતનભાઇએ હોસ્પિટલના બિછાનેથી જણાવ્યું હતું કે મારા કારખાનામાં સાહિલ અને બીજા બે મુસ્લિમ યુવાન કામ કરે છે. દિવાળીની રજા પુરી થઇ ગયા પછી પણ આવ્યા નહોતાં. ગઇકાલથી કામે આવ્યા બાદ પણ કામમાં ધ્યાન આપતાં ન હોઇ તેને કામ બાબતે ઠપકો આપતાં માઠુ લાગી ગયું હતું અને મારા પર હુમલો કર્યો હતો. પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે.

(1:09 pm IST)