રાજકોટ
News of Tuesday, 5th November 2019

હિરાસર એરપોર્ટ માટે ''હિરાસર'' ગામના ૧ હજાર પરીવારો માટે નવુ ગામતળઃ વન ખાતાની જમીન લેવાશેઃ કલેકટર

આ અંગે સરકારમાં ટુંકમાં દરખાસ્તઃ ખીરસરા GIDCમાં નાલુ અડચણરૂપઃ ટેકની કલ ટીમ બનાવાશે :એઇમ્સ અંગે ૬ તારીખે દિલ્હીથી ટીમ આવે છેઃ રેલ્વે કન્ટેન્ટ ડેપો માટે રેલ્વેને ૧ર૩ કરોડ ભરવા કહેવાશે

રાજકોટ તા. ૪ : રાજ્યના મૂખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગઇકાલે ગાંધીનગર ખાતે રાજકોટના ૪ મહત્વના પ્રોજેકટ એઇમ્સ, ખીરસરા જીઆઇડીસી, હિરાસર એરપોર્ટ અને રેલ્વે કન્ટેન્ટ ડેપો અંગે જે અડચણરૂપ બાબતોછે, તે અંગે રાજકોટ કલેકટરશ્રી રેમ્યા મોહન અને અન્ય અધિકારીઓ સાથે મીટીંગ યોજી હતી, અને સમીક્ષા કરી હતી.

મીટીંગ પૂર્ણ કરી રાજકોટ પરત આવેલા કલેકટર શ્રી રેમ્યા મોહને ''અકિલા'' સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે જમીન સંપાદનના મોટાભાગના પ્રશ્નો સુરેન્દ્રનગર જીલ્લાના છે, આપણો એક પ્રશ્ન છે, તે ટુંકમાં હલ કરી લેવાશે.

તેમણે ઉમેયુૃં કે હિરાસર એરપોર્ટ માટે હિરાસર ગામની જ ૮૦૦ થી હજાર પરીવારો માટે નવુ ગામતળ શીફટીંગની દરખાસ્ત ટુંકમાં સરકારમાં કરાશે., આ માટે વનખાતાનો વળતર વનીકરણના કાયદા હેઠળ અન્યત્ર જગ્યા અપાશે, અને આ વનખાતાની જગ્યા ઉપર ગામતળ શીફટીંગ થશે, હિરાસર-એઇમ્સ પ્રોજેકટમાં રાજય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે સંકલન સાધી કાર્યવાહી કરવા અંગે તેમણે નિર્દેશ આપ્યો હતો.

ખીરસરા જીઇઆડીસી અંગે તેમણે જણાવેલ કે, આમ તો ત્યાં પ્લોટીંગ થઇ ગયું છે,જીઆઇડીસી હવે કાર્યવાહી કરશે, પરંતુ આ પ્લોટીંગ વચ્ચે એક નાલુ નડતરરૂપ છે, તે દુર કરવા કે બુરવા અંગે ટેકનીકલ ટીમ બનાવી કાર્યવાહી થશે.

રેલ્વે કન્ટેન્ટ ડેપો અંગે કલેકટરે ઉમેર્યુ હતું કે જામનગર રોડ પરથી આપવામાં આવનાર જમીન સરકારે મંજુર તો કરી દિધી છે, હવે રૂ.૧ર૩ આ જમીનના ભરવા અંગે રાજકોટ રેલ્વેને સુચના અપાશે, બાદમાં રેલ્વેને આ જમીનની સોંપણી થશે.

એઇમ્સ અંગે કલેકટરશ્રી રેમ્યા મોહને ઉમેર્યું હતું કે, આગામી તા.૬ ના રોજ દિલ્હીથી એઇમ્સ અંગે એક ખાસ ટીમ આવી રહી છે, ડીપી સાથે છે કે કેમ તે અંગે કલેકટરે જણાવેલ કે એ અંગે હાલ કહેવું શકય નથી, પણ આ એઇમ્સ ખંઢેરી જમીનની સાઇટ વીઝીટ કરશે, ત્યારબાદ એઇમ્સ માટે મેઇન  એન્ટ્રેસ, એપ્રોચ રોડ, પાણી, પાઇપ લાઇન, વીજતંત્રની લાઇનો -પાવર અંગે જે તે તંત્રો દ્વારા કાર્યવાહી થશે.

(3:47 pm IST)