રાજકોટ
News of Wednesday, 5th October 2022

ક્રાંતિ માનવ ટ્રસ્ટની ગરબીના આકર્ષણો અપરંપાર : આજે રાત્રે ભકિતમય સમાપન

રાજકોટ : શ્રી ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટ અને નવદૂર્ગા ગરબી મંડળ દ્વારા પ્રમુખ સંજય હિરાણીના માર્ગદર્શન હેઠળ કુવાડવા રોડ ઉપર શ્રી રણછોડદાસજી આશ્રમ નજીક ૮૦ ફૂટના રોડ ઉપર વર્ષોથી ભવ્ય પ્રાચીન ગરબી થઇ રહી છે. સમગ્ર વિસ્તાર રોશનીથી ઝળહળી રહ્યો છે. ત્રણ ગૃપમાં ૭૦ જેટલો બાળાઓ માતાજીની આરાધના સાથે રાસોત્સવમાં ભાગ લઇ રહી છે. આજે રાત્રે રાબેતા મુજબના રાસોત્સવ બાદ સમાપન થશે. બાળાઓને રીધ્ધિ રંગાણી, તેજસ્વી મણિયાર, દિલીપ જીવાણી અને શામજીભાઇ કોણોતરા એ તાલીમ આપેલ. ગાયક તરીકે જન્તીભાઇ લુણાગરીયા, રસીકભાઇ રાબડીયા અને અંજુબેન પટેલ છે. તબલા પર જય કુકડીયા અને અરવિંદ ચૌહાણ તાલ આપી રહ્યા છે. મંજીરાના માણીગર તરીકે રાજુભાઇ અને બેન્જો માસ્ટર તરીકે ભગવાનજી ડાભી છે. નીતિન પ્રજાપતિ ઉદ્ઘોષણા કરી રહ્યા છે. ભરતભાઇ બાંભવા અને હીરાભાઇ મોરી પરિવારના સહયોગથી સીતારામ વિશ્વ દર્શનના માધ્યમથી હરિરસ ચેનલ પર ગરીબનું જીવનપ્રસારણ થઇ રહ્યું છે. રોજ અવનવા રાસ રજુ થઇ રહ્યા છે. મેયર પ્રદીપ ડવ સહિતના આગેવાનોએ મુલાકાત લઇ પ્રશંસા કરી છે. નવરાત્રી મહોત્સવની સફળતા માટે પ્રમુખ સંજય હિરાણી તથા ચંદ્રેશ ડોબરીયા, રંજની મૌલીયા, અશોક ટોપીયા, પરેશ પીપળીયા, હરેશ ડોબરીયા, પ્રવિણ પાદરીયા, બિપીન હીરાણી, પ્રદિપ અકબરી, જગદીશ અકબરી, ભગવાનજી વેકરીયા, અરૂણ બારોટ, મનસુખ હીરાણી, મનસુખ ચીખલીયા, મહેશ વેકરીયા, ઘેલાભાઇ ટોપીયા, સુરેશ રંગાણી, ભાવેશ પરસાણા, અલ્પેશ ભૂત, શામજીભાઇ કોણોતરા, અશ્વિન શંખાવરા ઉપરાંત  જીતુ તરપદા, શૈલેષ મણિયાર, કિશોર ડાંગરીયા, કિશોર રંગાણી, નિલેશ રંગાણી, ધનજી કાકડીયા, શૈલેષ સાવલીયા,  રઘુ લુણાગરીયા, હિરેન ભૂત, સવજી શંખાવરીયા, દિલીપ  ખત્રાણી, વિજય વોરા વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

 

(4:38 pm IST)