રાજકોટ
News of Wednesday, 5th October 2022

ઓપન સૌરાષ્‍ટ્ર ફૂટબોલ ટૂર્નામેન્‍ટનો પ્રારંભ

સ્‍વ. પીટર જેક અને સ્‍વ. દિનેશ ગોસાઇ મેમોરીયલ

રાજકોટ : એ.જી. ઓફીસ રાજકોટના સીનીયર ફુટબોલ ખેલાડીઓ તથા ડિસ્‍ટ્રીકટ ફૂટબોલ એસોસિએશન રાજકોટ દ્વારા સ્‍વ. પીટર જેક તથા સ્‍વ. દિનેશ ગોસાઇ મેમોરીયલ ઓપન સૌરાષ્‍ટ્ર-ફૂટબોલ ટુર્નામેન્‍ટનુ઼ આયોજન તા. ૩ થી ૦૭  દરમ્‍યાન કરવામાં આવેલ છે. આ ટુર્નામેન્‍ટમાં સૌરાષ્‍ટ્રની ૧૬ ટીમો ભાગ લઇ રહેલ છે. આ ટુર્નામેન્‍ટનું ઉદ્‌્‌ઘાટન સ્‍વ.પીટર જેકે તથા સ્‍વ. દિનેશ ગોસાઇના પરિવારના સભ્‍યો, ડિસ્‍ટ્રીકટ ફુટબોલ એસોસિએશનના પ્રમુખ ગુણુભાઇ ડેલાવાળા, ઉપપ્રમુખ બી.કે. જાડેજા, વેસ્‍ટર્ન રેલ્‍વેના ઓફીસર અતુલકુમાર, એ.જી. ઓફિસના સીનીયર ડેપ્‍યુટી એકાઉન્‍ટન્‍ટ જનરલ શ્રી સાજી થોમસ સર, વેલ્‍ફેર ઓફીસર શ્રી પારેખ, ખુમેશ ગોસાઇ, અરૂણ ગોસ્‍વામી વિગેરે ઉપસ્‍થિત રહેલ.  ઉદ્‌્‌ઘાટન સમારોહનું સંચાલન અમૃતલાલ બૌરસીએ કરેલ. આ ટુર્નામેન્‍ટને સફળ બનાવવા માટે એ.જી. ઓફિસના ફૂટબોલ ખેલાડીઓ, ડિસ્‍ટ્રીકટ ફૂટબોલ એસેસિએશન રાજકોટના હોદ્દેદારો, એ.જી. ઓફીસ રિક્રિએશન કલબના હોદ્દેદારો તથા આર.ડી.એસ.એ. (રેલ્‍વે) ના હોદ્દેદારો વગેરે સભ્‍યો જહેમત ઉઠાવી રહેલ છે.

(3:51 pm IST)