રાજકોટ
News of Friday, 5th October 2018

ભુલકાઓ બન્યા ગાંધીજી-સ્વાતંત્રસેનાનીઃ સ્વચ્છતાનો સંદેશ

રાજકોટ મ્યુ. કોર્પોરેશન અને વી.કેન ગ્રુપ દ્વારા સ્વચ્છતા મંચનું આયોજન

 રાજકોટ મહાનગર પાલીકા અને વીકેન ગ્રુપના સંયુકત ઉપક્રમે કિશાનપરા ચોક ખાતે સ્વચ્છતા મંચનું આયોજન કરવામાં આવ્યું હતુ. ત્રણ દિવસ 'સ્વચ્છતા જાગૃતિ' માટેના સંદેશો આપવા શ્લોગન સ્પર્ધા, દેશભકિત ડાન્સ સ્પર્ધા અને ફેન્સી ડ્રેસ સ્પર્ધાનું આયોજન કર્યું હતુ.

 ૧૫૦ નાના ભુલકાઓ ગાંધીજીની વેશભુષામાં ભાગ લીધો હતો. જેમાં ગાંધીજીના જીવનચરિત્ર સાથે બીજા સ્વતંત્ર સેનાનીઓની વેશભુષામાં આશરે ૨૨૫ બાળકોએ ભાગ લીધો હતો. અને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.

 મુખ્ય અતિથિ વિશેષ તરીકે સંસદ  સભ્ય શ્રી મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય શ્રી ગોવિંદભાઇ પટેલ ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયા, ધારાસભ્ય શ્રી અરવિંદભાઇ રૈયાણી, આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી જયમીનભાઇ ઠકકર શ્રી મનીષભાઇ રાડીયા, દિપ પ્રાગ્ટય કરી ' સ્વચ્છતા મંચ' ખુલ્લો મૂકાયો હતો. સામાજીક  મહિલા અગ્રણી ઇન્દુબેન શિંગાળા પ્રિતીબેન પાંઉ, અંજનાબેન હિંડોચા વગેરે ઉપસ્થિત રહયા હતા.

 એન્કરીંગ શ્રી અશોકભાઇ હિંડોચાએ કર્યું હતુ. કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ શહેર ભાજપ પ્રભારી શ્રીમતી અંજલીબેન રૂપાણી, મેયરશ્રીમતી બીનાબેન આચાર્ય, ભાજપ શહેર પ્રમુખ શ્રી કમલેશભાઇ મિરાણી, પુર્વ પ્રમુખ નિતિનભાઇ ભારદ્વાજ, રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન કમિશ્નર બંછાનિધિ પાનીએ માર્ગદર્શન પુરૂ પાડયુ હતુ. (૪૦.૪)

 

(4:18 pm IST)